અમરનાથ દર્શન માટે ૩૦૪૮ લોકો રવાના : સઘન સલામતી

0
8

શ્રીનગર,તા. ૧૪
અરમનાથ યાત્રા શાંતિપૂર્ણરીતે ચાલી રહી છે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથના દર્શન માટે આજે ૩૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના થઇ હતી. હજુ સુધી ૧.૬૫ લાખ શ્રદ્ધાળુઓ અમરનાથના દર્શન કરી ચુક્યા છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે ૧૧૨ વાહનોમાં બે બેઝ કેમ્પ માટે શ્રદ્ધાળુ રવાના થયા હતા જેમાં ૬૨૩ મહિલાઓ, ૧૪૪ સાધુ સંતોનો સમાવેશ થાય છે. નવી ટુકડીમાં ૩૦૪૮ શ્રદ્ધાળુઓ રહેલા છે. ૩૬ કિલોમીટર લાંબા પહેલગામ ટ્રેક ઉપર નુનવાન બેઝકેમ્પ માટે ૧૪૪ સાધુ, ૩૧૦ મહિલા સહિત ૧૯૭૩ શ્રદ્ધાળુઓની ટુકડી રવાના થઇ હતી જ્યારે ૧૨ કિલોમીટરના ટુંકા રુટ ઉપર બાલતાલ માટે ૧૦૭૫ શ્રદ્ધાળુ રવાના થયા હતા. અમરનાથ યાત્રા દરમિયાન જુદી જુદી ઘટનાઓમાં હજુ સુધી ૧૩ના મોત થઇ ચુક્યા છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૧.૬૫ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY