નવીદિલ્હી,તા.૪
દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને એલજી વચ્ચે ચાલી રહેલા અધિકારોના જંગમાં સુપ્રીમ કોર્ટે આજે એલજીને ફટકો આપ્યો છે. પાંચ જજની બેંચે સર્વસંમતિથી કહ્યું હતું કે, અસલી તાકાત મંત્રીમંડળ પાસે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મંત્રી પરિષદના તમામ નિર્ણયથી લેફ્ટી ગવર્નરને ચોક્કસપણે વાકેફ કરવા જાઇએ પરંતુ આનો મતલબ એ નથી કે તેમાં નાયબ રાજ્યપાલની મંજુરી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, નાયબ રાજ્યપાલને સ્વતંત્ર અધિકાર સોંપવામાં આવેલા નથી. કોર્ટે આની સાથે સાથે દિલ્હી સરકાર અને એલજીને પારસ્પરિક રીતે તાલમેલ બેસાડીને કામ કરવા માટે સૂચના આપી હતી. કોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં પોલીસ, લો એન્ડ ઓર્ડર અને જમીનના મામલામાં તમામ અધિકાર એલજી પાસે રહેશે. આનાથી ઉપરાંત તમામ મામલામાં ચૂંટાયેલી સરકાર કાયદા બનાવી શકે છે. હાઈકોર્ટે ઓગસ્ટ ૨૦૧૬માં આપવામાં આવેલા ચુકાદામાં કહ્યું હતું કે, દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને બંધારણની કલમ ૨૩૯એએ હેઠળ આના માટે ખાસ જાગવાઈ કરવામાં આવી છે. આવી Âસ્થતિમાં પાટનગરમાં એલજી એડમિનિસ્ટ્રેટરની ભૂમિકામાં છે. ચીફ જÂસ્ટસ દિપક મિશ્રા, જÂસ્ટસ એકે સિકરી, જÂસ્ટસ ખાનવીલકર, જÂસ્ટસ ચંદ્રચુડ અને જÂસ્ટસ અશોક ભૂષણની બંધારણીય બેંચે આ મામલામાં ચુકાદો આપ્યો હતો. ત્રણ જજ દ્વારા આ ચુકાદો વાંચવામાં આવ્યો હતો. જ્યારે બે જજાએ પોતાનો ચુકાદો અલગરીતે વાંચ્યો હતો. ચીફ જÂસ્ટસ દિપક મિશ્રાએ ચુકાદો વાંચતા કહ્યું હતું કે, લોકશાહી મૂલ્યો સર્વોચ્ચ છે. સરકાર પ્રજાપ્રત્યે જવાબદાર હોવી જાઇએ. સરકાર જનતા માટે ઉપલબ્ધ રહે અને શÂક્ત માટે સંબંધ જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પારસ્પરિક સાથે મળીને કામ કરવું જાઇએ. ફેડરલ માળખામાં રાજ્યોને સ્વતંત્રતા
(અનુસંધાન નીચેનઆપવામાં આવી છે. એલજી કેબિનેટની સલાહ અને સહાયતાથી કામ કરે તે જરૂરી છે. માત્ર ત્રણ મુદ્દા જમીન, કાયદો અને વ્યવસ્થા અને પોલીસને બાદ કરતા દિલ્હી સરકાર કાયદા બનાવી શકે છે. સંસદમાં બનાવવામાં આવેલા કાયદા સર્વોચ્ચ છે. એલજી ટેકનિકની દ્રષ્ટિએ અડચણો ઉભી કરી શકે નહીં. કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે, અરાજકતા માટે કોઇ જગ્યા નથી. કોઇને પણ પૂર્ણ તાકાત આપવાની બાબત યોગ્ય નથી. શÂક્ત કોઇ એક જગ્યા પર કેન્દ્રિત કરી શકાય નહીં. ચુકાદામાં કોર્ટે એમ પણ કહ્યું છે કે, દરેક મામલામાં એલજીની મંજુરી જરૂરી નથી. કેબિનેટના મત એલજી સાથે મેળ ખાતા ન હોય તો તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકાય છે. કેટલાક મામલા કેન્દ્ર પાસે મોકલી શકાય છે. બંને પક્ષોને મળીને કામ કરવું જાઇએ.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





