એસબીઆઈ જૂના મેગ્નેટિક ડેબિટ કાર્ડ ટૂંક સમયમાં જ બંધ કરશે

0
34

ન્યુ દિલ્હી,તા.૧૧
જા તમે SBI એકાઉન્ટ ધરાવો છો તો તમારું ડેબિટ કમ એટીએમ કાર્ડ ટૂંક સમયમાં બંધ થશે. બેંકે પોતાના સત્તાવાર ટિ્વટર હેંડલ પર જાણકારી આપતા જણાવ્યું છે કે એસબીઆઇ જૂના મેગ્નેટિક ડેબિટ કાર્ડ ટૂંક જ સમયમાં બંધ કરશે. આરબીઆઇની ગાઈડલાઇન હેઠળ મેજીસ્ટ્રિપ ડેબિટ કાર્ડને ઇએમવી ચીપ વાળા ડેબિટ કાર્ડ સાથે ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધી બદલી લેવા. તેમાં એ પણ જણાવાયું છે કે કાર્ડની કન્વર્ઝન પ્રોસેસ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિઃશુલ્ક રહેશે.
૩૧ ડિસેમ્બર ૨૦૧૮ પછી બધા જ જૂના ડેબિટ કાર્ડ કામ કરતા બંધ થઇ જશે. જા કે પાછળના થોડા દિવસોમાં જીમ્ૈં સાથે છ સહયોગી બેંકોનું મર્જર થવાથી બેંકના ગ્રાહકોની સંખ્યા વધીને ૩૨ કરોડ જેટલી થઇ ગઇ છે તેથી કરોડો લોકોએ પોતાના જૂના ડેબિટ કાર્ડ સામે નવા ઇએમવી ચીપ વાળા કાર્ડ લેવા માટે અરજી કરવી પડશે.
બેંકે જણાવ્યું છે કે ઇએમવી ચીપ ડેબિટ કાર્ડ માટે ઓનલાઇન બેકિંગ અથવા પોતાના હોમ બ્રાંચમાં જઇને અરજી કરી શકાશે. એસબીઆઇએ ફેબ્રુઆરી ૨૦૧૭થી આ કાર્ડ બંધ કરેલ છે અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ પછી સંપૂર્ણ રીતે બંધ કરી દેવાશે.
જૂના મેજીસ્ટ્રિપ ડેબિટ અને એટીએમ કાર્ડની પાછળ કાળી પટ્ટી હોય છે જે મેગ્નેટિક સ્ટ્રિપ હોય છે, જેમાં કાર્ડ હોલ્ડરની બધી જ જાણકારી હોય છે. છ્‌સ્ સ્વાઇપ કર્યા બાદ ચાર આંકનો પીન નાખ્યા બાદ કોઇ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. હવે આ કાળી પટ્ટીની જગ્યાએ ઈફસ્ ચીપ વાળા કાર્ડમાં ચીપ લગાવાશે જેમાં ગ્રાહકની બધી માહિતી હશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY