માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાએ ૩.૨૮ લાખ શેરો વેચી રૂ.૨૪૧ કરોડની કમાણી કરી

0
20

વાશિંગ્ટન,તા.૧૧
માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાએ શુક્રવારે પોતાના ૩૦ ટકા શેર વેચી દીધા હતા. તેમાંથી તેમને ૩.૫ કરોડ ડોલર (૨૪૧ કરોડ રૂપિયા)ની રકમ મળી. નડેલાએ ૧૦૯.૦૮થી ૧૦૯.૬૮ ડોલરની પ્રાઇસ રેન્જ વચ્ચે ૩ લાખ ૨૮ હજાર શેરોનો સોદો કર્યો હતો. આ વેચાણ શેરની રેકોર્ડ પ્રાઇસ નજીક થયું હતું. માઇક્રોસોફ્ટનો શેર ૨૫ જુલાઇના રોજ ૧૧૦.૮૩ ડોલર પર બંધ થયો હતો જે અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત છે.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે નડેલાએ પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે શેરો વેચ્યા છે. તેઓ કંપનીની સફળતા માટે પ્રતિબદ્ધ છે અને તેમનું શેરહોલ્ડિંગ હજુ પણ નિશ્ચિત સ્તરથી ઘણું ઉપર છે.
એક તૃતિયાંશ શેરો વેચ્યા પછી પણ નડેલાની પાસે ૭ લાખ ૭૮ હજાર ૫૯૬ સામાન્ય શેર પડ્યા છે. ગયા વર્ષે ૨૯ સપ્ટેમ્બર સુધી તેમની પાસે ૨૨.૮ લાખ અન્ડરલાઇગિં શેર પણ હતા. માઇક્રોસોફ્ટના સીઇઓને પોતાની બેઝિક સેલરીના ૧૫ ગણા શેરો સ્વરૂપે રાખવાના હોય છે. ૨૦૧૭માં નડેલાની બેઝિક સેલેરી ૧૪.૬ લાખ ડોલર (૧૦ કરોડ રૂપિયા) હતી. કુલ ભથ્થાં સહિત તેમને ગયા વર્ષે બે કરોડ ડોલર (૧૩૮ કરોડ રૂપિયા) મળ્યા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY