ક્રિકેટ પ્રત્યેના લગાવને કારણે જ મારી જિંદગીનાં તોફાન સામે લડી શક્યો: શામી

0
112

લોડ્‌ર્સ,તા.૮
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહંમદ શામીએ જણાવ્યું કે, ”ક્રિકેટ પ્રત્યેના લગાવને કારણે જ હું મારી અંગત જિંદગીમાં આવેલા તોફાન સામે લડી શક્યો.” શામીએ હાલ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરી રહ્યો છે. પહેલી ઇનિંગ્સમાં તેણે ત્રણ વિકેટ પણ ઝડપી હતી.
શામી માટે ટેસ્ટ ક્રિકેટમાં આ સારી વાપસી સાબિત થઈ છે. થોડા દિવસ પહેલાં શામી પર તેની પત્નીએ ઘરેલુ હિંસા, મારપીટ અને એકસ્ટ્રા મેરિટલ અફેરના આરોપ લગાવ્યા હતા. આ ઉપરાંત શામી અકસ્માતનો પણ શિકાર બન્યો હતો. યો-યો ટેસ્ટમાં નિષ્ફળ જવાને કારણે તે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં રમી પણ શક્્યો નહોતો.
શામીએ કહ્યું, ”મારી જિંદગીમાં ઘણી ખરાબ ચીજો બની. એમાંથી બહાર આવવા માટે હું લડ્યો અને ક્રિકેટ પ્રત્યેના લગાવે મને પાછા ફરવામાં ઘણી મદદ કરી. હું મારા કામમાં સંપૂર્ણપણે ધ્યાન આપવા માગું છું અને બાદમાં હું જોઈશ કે મારી અંગત જિંદગીમાં શું બને છે.
મારી સામે જે પણ સમસ્યાઓ આવી તેનો મેં સામનો કર્યો. હું ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા ઇચ્છું છું અને મારી આ જ ઇચ્છાનું ફળ મારી સામે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY