સાઉથ આફ્રિકામાં ભરૂચના કરમાડના યુવકની ગોળી મારી હત્યા

0
38

વિદેશોમાં ગુજરાતીઓ અસલામત
જોહાનિસબર્ગ,તા.૩૧
દક્ષિણ આફ્રિકામાં નોકરી કરવા માટે ગયેલ ભરૂચના એક યુવાનની હત્યા થઇ ગઇ છે. લૂંટના ઇરાદાથી લૂંટારુઓએ યુવકના ઘરે ધાડ પાડી હતી અને ગોળીઓનો વરસાદ કરીને ફરાર થઇ ગયા હતાં. ગોળી વાગવાથી ગંભીર રૂપે ઘાયલ યુવકનું મોત થઇ ગયું છે. મૃતક યુવકનું નામ સોહેલ દિલાવર ચંચોરિયા બતાવવામાં આવી રહ્યું છે.
સોહેલ ભરૂચ જિલ્લાના કરમાડ ગામનો નિવાસી હતો. તે નોકરી સંદર્ભે સાઉથ આફ્રિકા ગયો હતો. અહિંયા તે પ્રિટોરિયા શહેરમાં પત્ની અને ત્રણ વર્ષની દીકરી સાથે રહેતો હતો. એક જાણકારી અનુસાર, સોહેલ રાત્રિ દરમિયાન પરિવાર સાથે ઘરમાં હાજર હતો. તે દરમિયાન જ કેટલાક લૂંટારુઓ એ તેના ઘર પર ધાડ પાડી દીધી હતી અને ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધુ હતું. ધાડપાડુઓ દ્વારા વરસાવેલી ગોળીઓથી સોહેલ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. બાદમાં લૂંટારુઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતાં.
સોહેલના માતા-પિતા અને અન્ય પરિવારજનો કરમાડ ગામ  માં રહે છે. તે ત્રણ બહેનોનો એકનો એક ભાઇ છે. તેની હત્યાથી પરિજનો અને સમગ્ર ગામ દુખ માં છે. એક જાણકારી અનુસાર, સોહેલના મૃતદેહને ભરૂચ લાવવામાં આવશે. આ અંતર્ગત ભારતીય દુતાવાસ તરફથી કાર્યવાહી શરૂ થઇ ગઇ છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY