યૂપીના અલ્હાબાદમાં બનેલી ઘટના,મૃતદેહ ફ્રિજ,કબાટ અને સૂટકેસમાંથી મળ્યા
અલ્હાબાદ,તા.૨૧
ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં સામાન્ય ઝઘડો પરિવારના પાંચ લોકોના મોતનું કારણ બની ગયો હતો. ઝઘડા બાદ રોષે ભરાયેલા શખસે પહેલાં તેની પત્નીની હત્યા કરી હતી અને ત્યારબાદ ત્રણ પુત્રીઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ જઘન્ય હત્યાકાંડ બાદ આરોપીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
અલાહાબાદના ઘૂમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા પીપલ ગામમાં મનોજ કુશવાહા ઉર્ફે ભુલ્લુ (ઉ. વર્ષ ૩૫) તેના પરિવાર માટે યમદૂત સાબિત થયો હતો. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે મનોજે તેની પત્નીની હત્યા કર્યા બાદ તેની લાશ ફ્રીઝમાં છુપાવી દીધી હતી, જ્યારે ત્રણ માસૂમ પુત્રીની હત્યા કરીને તેમના મૃતદેહો એક બોક્સ અને કબાટમાં છુપાવી દીધા હતા.
આ હત્યાકાંડ બાદ મનોજે ફાંસો ખાઈ લઈને જીવન ટુંકાવી દીધું હતું. મનોજના ઘરનો દરવાજા સવારથી જ બંધ હોવાથી તેના પાડોશીઓને શંકા ગઈ હતી અને તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને ઘરનો દરવાજા તોડ્યો હતો અને અંદરનું દ્રશ્ય જાઈને બધા હેબતાઈ ગયા હતા.
મનોજ કુશવાહા તેની પત્ની શ્વેતા અને ત્રણ પુત્રીઓ સાથે પીપલ ગામમાં રહેતો હતો. આસપાસના લોકોના જણાવ્યા અનુસાર આ હત્યાકાંડ પહેલાં મનોજ અને શ્વેતા વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ રોષે ભરાયેલા મનોજે પરિવારને ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો.
મૃતકોમાં મનોજની પત્ની શ્વેતા ઉપરાંત તેની આઠ વર્ષની પુત્રી પ્રીતિ, છ વર્ષની શિવાની અને ત્રણ વર્ષની શ્રેયાનો સમાવેશ થાય છે. શ્વેતાની લાશ પોલીસને ફ્રીઝની અંદરથી મળી આવી હતી, જ્યારે પ્રીતિની લાશ કબાટમાંથી અને શિવાનીની લાશ એક બોક્સમાંથી મળી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




