સારી સ્ક્રીપ્ટ મળશે તો ફિલ્મો કરવી છે : શર્મન જોશી

0
17

મુંબઈ,તા.૨૯
અભિનેતા શર્મન જાશીએ કહ્યું કે સારી સ્ક્રીપ્ટ મળે તો જ મારે ફિલ્મો કરવી છે. છેલ્લે વજહ તુમ હોમાં દેખાયેલો શર્મન રંગભૂમિ, ટેલિવિઝન અને ફિલ્મ એમ ત્રણે માધ્યમો સાથે સંકળાયેલો છે. હાલ એ પોતાની આગામી ફિલ્મ કાશી ઇન સર્ચ આૅફ ગંગાની રજૂઆતની વાટ જાઇ રહ્યો છે. એણે કહ્યું મને પણ ઝડપથી આગળ વધવાની ઇચ્છા છે પરંતુ એનો અર્થ એવો નથી કે જે સ્ક્રીપ્ટ સામે આવે એ સ્વીકારીને કામ કરવા માંડું.
સ્ક્રીપ્ટ સારી હોય અને પાત્રને રજૂ કરવાનો સારો સ્કોપ હોય તો મારે ફિલ્મો કરવી છે.
ધીરજ કુમારની ફિલ્મ કાશી ઇન સર્ચ આૅફ ગંગા એક ક્રાઇમ થ્રીલર છે. એના વિશે બોલતાં શર્મને કહ્યુંકે સ્ક્રીપ્ટ જે રીતે લખાઇ હતી બરાબર એજ રીતે અમે ફિલ્મ બનાવી છે અને સરસ બની છે. તમે કદાચ માની નહીં શકો, પરંતુ રાજકુમાર હીરાણી કે મણી રત્નમ બનાવે એવી આ ક્રાઇમ થ્રીલર ફિલ્મ બની છે. હાલ આ ફિલ્મ રજૂ થવાની હું વાટ જાઇ રહ્યો છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY