મુંબઈ,તા.૧
મોખરાના ફિલ્મ સર્જક ઇમ્તિયાઝ અલી પોતાની ૨૦૦૯ની હિટ ફિલ્મ લવ આજ કલની સિક્વલ લવ આજ કલ ટુનું શૂટિંગ દિલ્હી અને પંજાબમાં કરશે એવી જાણકારી મળી હતી.
મૂળ ફિલ્મમાં સૈફ અલી ખાન અને દીપિકા ચમક્યાં હતાં. સિક્વલમાં સારા અલી ખાન, કાર્તિક આર્યન અને રણદીપ હૂડા ચમકવાનાં છે. સૈફ અલી ખાન આ ફિલ્મમાં મહેમાન ભૂમિકા કરશે. આવતા સપ્તાહે ફિલ્મ ફ્લોર પર જશે એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી. આ સ્ટારકાસ્ટ રસપ્રદ છે કારણ કે અગાઉ સારા અલી ખાન જાહેરમાં એવું કહી ચૂકી છે કે મને કાર્તિક સાથે ડેટ પર જવું ગમે.
કાર્તિકે એવું જાહેર કર્યું હતું કે ઇમ્તિયાઝ સાથે ફિલ્મ કરવાનું મારું સપનું છે. હવે ઇમ્તિયાઝની આ ફિલ્મમાં સારા, કાર્તિક અને ઇમ્તિયાઝ ત્રણે ભેગાં થઇ રહ્યાં છે.
જા કે આ ફિલ્મ સિક્વલ હોવા છતાં એનું ટાઇટલ લવ આજ કલ ટુ નહીં હોય એવું ઇમ્તિયાઝની નિકટનાં સૂત્રો કહે છે. અત્યારે તો આ ફિલ્મને અનટાઇટલ્ડ ગણાવાઇ રહી છે.
ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મના નિર્માતા દિનેશ વીજન છે. સારાની અત્યાર અગાઉ રજૂ થઇ ચૂકેલી બંને ફિલ્મો કેદારનાથ અને સિમ્બા હિટ સાબિત થઇ હતી. સારાની આ ત્રીજી ફિલ્મ હશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




