શિવમ-સોનારિયા આવાસના રિડેવલપમેન્ટ માટે રૂ. ૧૪૫.૨૮ કરોડના ટેન્ડર બહાર પડાયાં

0
70

અમદાવાદ,તા.૧૭
તાજેતરમાં ઓઢવમાં ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા શિવમ આવાસ યોજનાના બે બ્લોક અચાનક ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા શહેરભરના મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ, હેલ્થ ક્વાર્ટર્સ વગેરેનો સર્વ હાથ ધરાયો હતો, જેના આધારે સત્તાવાળાઓએ રિડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યા છે, જે અંતર્ગત પ્રાથમિક તબક્કે ઓઢવ અને રખિયાલના સોનારિયા બ્લોકનું નવેસરથી નિર્માણ કરવાના ચક્રો ગતિમાન કરાયાં છે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની સૂચનાના આધારે કરાયેલા સર્વ હેઠળ સમગ્ર રિડેવલપમન્ટ પોલિસીમાં ઓઢવની શિવમ આવાસ યોજના તેમજ રખિયાલના સોનારિયા બ્લોકનો સમાવેશ કરાયો છે.
શિવમ આવાસ યોજનાના બ્લોક નંબર ર૩ અને ર૪ ધરાશાયી થયાના થોડા દિવસમાં રખિયાલના સોનારિયા બ્લોકના ૧૮ નંબરના મકાનની છત તૂટી પડતાં બે વ્યÂક્ત ઘાયલ થયા હતા તંત્રના સર્વ મુજબ ઓઢવની શિવમ આવાસ યોજનાના તમામ ૮૪ બ્લોક અને સોનારિયા બ્લોકના ૭૬૦ મકાનનું રિડેવલપમેન્ટ પોલિસી-ર૦૧૬ હેઠળ નવેસરથી નિર્માણ કરાશે.
અત્યારે આ બન્ને સ્થળે ત્રણ માળના બ્લોક છે, પરંતુ સત્તાવાળાઓની નવી પોલિસી હેઠળ સાત માળના બ્લોક બનાવાશે અને મૂળ લાભાર્થીને ૪૦ ટકા મોટું મકાન અપાશે.
મ્યુનિસિપલ તંત્ર દ્વારા રિડેવલપમેન્ટ પોલિસી હેઠળ કુલ ર૦ ક્વાર્ટર્સના રિડેવલપમેન્ટ માટેની યાદી પ્રાથમિક તબક્કે તૈયાર થઇ હોઇ તે દિશામાં ક્વાયત આરંભાઇ છે. શિવમ આવાસ યોજના અને સોનારિયા બ્લોક સત્તાવાળાઓની આ દિશામાં આરંભાયેલી ક્વાયતનું ઉદાહરણ હોવાનું પણ જાણકાર સૂત્રો કહે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY