ગાંધીનગર,તા.૧૭
ચૂંટણી માથે હોય અને સરકાર પ્રજાને પોતાના તરફ ખેંચવાના એનકેન પ્રયત્નો કરવા માંડ. કંઇક આવું જ થઇ રહ્યું છે ભારતભરમાં. વચ્ચે એવો સમયગાળો આવ્યો હતો કે પેટ્રોલ ડિઝલના ભાવ અજગરના કદની જેમ વધી રહ્યા હતા. જેનો ડંખ પ્રજાને ભોગવવાનો વારો આવ્યો હતો. એક સમયે ૮૨ રૂપિયા પેટ્રોલનો ભાવ હતો, પણ હવે ? હવે તો ભાવ દિનપ્રતિદિન ઘટી રહ્યા છે. મે મહિના પછી આજે પહેલીવાર પેટ્રોલના ભાવ ૭૪ રૂપિયા જાવા મળ્યા છે. જે સાફ દેખાઇ આવે છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવ પર ચૂંટણીની અસર સાફ દેખાઇ રહી છે.
અમદાવાદ જિલ્લાની જ જા વાત કરવામાં આવે તો પેટ્રોલનો ભાવ ૭૩.૯૦ રૂપિયા પ્રતિ લિટર છે. જે છેલ્લા છ મહિનામાં સૌથી નિચો આંકડો છે. માની લો ગઇકાલની જ વાત હતી કે પ્રજા પેટ્રોલના ભાવના કારણે પોક મુકતી થઇ ગઇ હતી. જાકે કેન્દ્ર અને બાદમાં રાજ્ય સરકારે હાથ મિલાવી પેટ્રોલ ડિઝલમાં ટેક્સ ઘટાડતા પાંચ રૂપિયાનો ઘટાડો જાવા મળ્યો હતો. પણ ભાજપ શાસિત રાજ્યોમાં જ આવું થયું હતું. જ્યાં જ્યાં કોંગ્રેસની સત્તા હતી ત્યાં પેટ્રોલના ભાવ મોંઘા જ રહ્યા હતા. કિયાક તો એવી સ્થિતિ પણ પેદા થઇ હતી કે દિલ્હીમાં પેટ્રોલના ભાવ મોંઘા હોય તો લોકો નોઇડા ગાડીને ભોજન અપાવવા માટે જતા હતા.
વાત માત્ર પેટ્રોલની જ નથી. ડિઝલની પણ છે. તેની સાથે સાથે ડિઝલ પણ સસ્તુ થયું છે. છેલ્લા એક મહિનાથી પેટ્રોલ સાથે ડિઝલના ભાવમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. એક સમયે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થતો લોકોના ઘર આંગણે પણ ભડકાની સ્થિતિનું સર્જન થયું હતું. ઉપરથી ડાલરની સામે રૂપિયામા કડાકો બોલતા જેમ તણખલાને આગ લાગે અને જંગલ ભડભડ ભડકે બળે તેવું થયું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



