શ્રીનગર,તા.૨૩
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ મંગળવારે ટેરર ફંડિંગ મામલે જમ્મુ-કાશ્મીરના વેપારીનાઓના ઠેકાણાંઓ પર દરોડા પાડયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ટેરર ફંડિગ સાથે જોડાયેલા મામલા અંગે વેપારી ગુલામ અહમદ વાની ઉર્ફે બર્દાના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. NIAએ બર્દાનાના ઘરને સીલ કરીને કાર્યવાહી કરી હતી.
બર્દાનાનો દિકરો તનવીર અહેમદ પૂર્વ અલગાવવાદી હતો. તેને કહ્યું કે, NIAએ મંગળવારે સવારે તેમની શ્રીનગરની પારિમપોરા ફળ મંડી વાળી દુકાન પર પણ દરોડા પાડયા હતા. તનવીરના જણાવ્યા પ્રમાણે, NIA ટીમ સુરક્ષાબળ અને રાજ્ય પોલીસ અધિકારી સાથે ઘરે પણ પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે NIA અને EDએ કાશ્મીર ઘાટીના ૨૪થી વધારે અલગાવવાદી નેતાઓ અને વેપારીઓની ધરપકડ કરી છે. તમામની ટેરર ફંડિંગ મામલે ધરપકડ કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



