બીજા પુરુષ સાથે સંબંધનો આક્ષેપ કરી પતિએ પત્નીને માર ફટકાર્યો

0
7

પતિ ઉપરાંત દિયર અને સાસુ પણ પરિણીતાને ત્રાસ આપતા હતા
સુરત, તા. ૮
બીજા પુરૂષો સાથે સંબંધ હોવાનો વહેમ રાખી પતિએ મારઝૂડ કરી સાસુ અને દિયરે દહેજ બાબતે ત્રાસ ગુજારાતા પરિણીતાએ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેડરોડ કુબેરપાર્ક સોસાયટીમાં રહેતા પરિણીતાએ આરોપી પતિ રાજેશ ખીમજી બથગવાર, સાસુ ગૌરીબેન ખીમજીભાઈ, દિયર જયેશ ખીમજીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ફરિયાદીનેદહેજ અંગે શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ પતિએ તારા બીજા પુરષો સાથે સંબંધ છે, તેમ કહીને મારઝૂડ કરી ત્રાસ ગુજાર્યો હતો. કતારગામ પોલીસ ફરિયાદ નોંધી પો.સ.ઈ. એન.જી. પરમારે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY