અકસ્માતમાં પત્ની ગંભીર રીતે ઘાયલ
સુરત, તા.૨૧
બારડોલી દસ્તાન ફાટક પાસે આઇસર ટેમ્પોએ બાઇક સવાર પતિ પત્નીને અડફેટે લીધા હતા. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બન્નેને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની મદદથી નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ïનીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં આવેલા વિનોબા નગરમાં સુભાષ કારભારી કામળે (ઉ.વ.૩૭) પરિવાર સાથે રહેતો હતો. બે-બે કેન્સરના ઓપરેશન કરાવ્યા બાદ સુભાષ ઘરમાં જ આધાર કાર્ડ સહિતના ફોટો આઈડી પ્રુફ બનાવી આપવાનું કામ કરી રોજગારી મેળવતો હતો. આજે ભાઈના સસરાના દુઃખદ બેસણામાં હાજરી આપવા માટે બાઈક પર મહારાષ્ટ્રના નાસિક જવા નીકળ્યા હતા. દરમિયાન બારડોલી દસ્તાન ફાટક પાસે ટેમ્પોએ બાઇક સવાર દંપતિને અડફેટે લીધા હતા. જેથી સુભાષ અને તેની પત્ની અરૂણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અને બંનેને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને ડાબા પગે ફ્રેક્ચર અને ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



