રમજાન માસ પૂર્ણ થવાના આરે છે ત્યારે ઉપલેટા શહેરના સ્મશાન પાસે આવેલા મુસ્લિમ વિસ્તારના ધોરાજીના ઝાંપા પાસે જાહેર ચોકમાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની પો. કો. મનોજભાઈ પાયલને ચોક્કસ માહિતી મળતા ઉપલેટા પી.આઈ એલ. એલ. ભટ્ટ તથા પો.હેડ કો. રમેશભાઈ બોદર તથા પો. કો. જયેશભાઈ દાફડા, કૌશિકભાઇ જોશી તથા મનોજભાઈ બાયલ દ્વારા દરોડો પાડવામાં આવતાં ચાર આરોપીઓ પૈકી (૧) ગોંડલના હાજી ઈસ્માઈલ જુણેજા (૨) રાજકોટના યુનુસ ઈલ્યાસ ચાનિયા (૩) રાજકોટના અનીશ હબીબ બુકેર તથા (૩) ઉપલેટાના ઇમરાન ઈબ્રાહીમ કટારીયા વાળાઓને રોકડ રકમ રૂપિયા ૫૧૫૦૦/- સાથે વહેલી સવારે ચાર વાગ્યે ઝડપી પાડયા હતા. આ ચારેય આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળ પોલીસે તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598/7016006334
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




