છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેર માં મુસ્લિમ બિરાદરો એ રમઝાન ઈદ ની શાનદાર ઉજવણી કરી..

0
64

 

બોડેલી ખાતે રમજાન ઇદ ની ઉજવણી ઉમંગ ઉત્સાહ અને કોમી એખલાસના માહોલમાં કરવામાં આવી હતી. ઈદ ઉલ ફીત્રનાં પાવન અવસરે સવારના સમયે મુસ્લિમ સમાજે વિવિધ મસ્જિદોમાં ખાસ નમાઝ અદા કરી અલ્લાહની ઈબાદત કર્યા બાદ એક બીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી.

તારીખ 16 6 2018 ના શનિવાર નાં દિવસની પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવી હતી. ઈદ ઉલ ફીત્ર નિમિત્તે મુસ્લિમ વિસ્તારોમાં સર્વત્ર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કબ્રસ્તાને જઇને પોતાના મર્હુમની કબર ઉપર ફુલ ચડાવી ફાતેહા અદા કરી ખાસ દુવાઓ કરી હતી. રમજાન ઈદ ના અવસરે ગરીબ, લાચાર, વિધવા જરૂરિયાતમંદોને આર્થિ‌ક સહાય આપવામાં આવી હતી. ઈદ-ઉલ-ફિત્ર ના અવસરે મુસ્લિમ બિરાદરો દ્વારા ખુશી મનાવવામાં આવી હતી.

બોડેલી શહેરના જુમ્મા મસ્જિદ અલીપુરા મસ્જિદ કુબેર નગર ઢોકલીયા સહિ‌તના વિસ્તારો રોશનીથી શણગારવામાં આવ્યાં હતા અને આજે મુસ્લિમ વિસ્તારોમાં ભારે ભીડ સવારથી જોવા મળી હતી. ઘરે મહેમાનોનું વિવિધ મિષ્ટાન અને ખીર ખૂરમાથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. આજના મોબાઇલ યુગમાં છોટાઉદેપુર જિલ્લાભરના મુસ્લિમ બિરાદરોએ એક બીજાને ફેસબૂક, વોટ્સ એપ અને એસએમએસથી ઈદની મુબારકબાદી પાઠવી હતી

 


હિન્દુ ભાઇ ઓ એ પણ ઇદની મુબારક બાદી પાઠવી હતી.  રમજાન ઇદ નિમિત્તે બોડેલી શહેરના વિવિધ હોટલો, ગાર્ડન, મુખ્ય બજારોમાં મુસ્લિમ બિરાદરો પરિવારો સાથે ઉજવણી માટે ઉમટી પડ્યા હતા. તો ખાણી-પીણીની દુકાનોમાં ઘરાકી જોવા મળી હતી.

મુસ્લિમ સમાજમાં રમજાન ઇદ સૌથી મોટો તહેવાર હોય અને પવિત્ર રમજાન માસમાં આખો માસ રોજા રાખી ખુદાની બંદગી કર્યા બાદ અલ્લાહ તરફથી રોઝેદારોને ઇનામ રૂપે ઇદની ભેટ આપવામાં આવે છે અને તેની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. બોડેલી શહેર ઉપરાંત િજલ્લામાં પણ રમજાન ઈદની મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી અને એકમેકને ઈદની મુબારકબાદી પાઠવી હતી.

છોટાઉદેપુર બોડેલી ઇમરાન મન્સૂરી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY