આરોપી મનોજ વાવેલા સામે ગુનો દર્જ
સુરત, તા. ૧૯
માતા-પુત્રીની છેડતી કરનાર રોડ રોમિયોની વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વરાછા પોલીસના પો.સ.ઈ. ડી.જે. ઓરડીયા ફરિયાદના આધારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા સોહમ એપાર્ટમેન્ટમાં રહેતા મનોજ શાંતિનગર વાઘેલા એ ફરિયાદીની બહેન અને દીકરીની લાજ લેવાના ઈરાદે છાતી ઉપર હાથ ફેરવી ગુનો કર્યો હતો. વરાછા પોલીસે આરોપી મનોજ શાંતિભાઈ વાઘેલા વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૩૫૪-એ મુજબનો ગુનો નોંધી પો.સ.ઈ. ડી.જ. ઓરડીયાએ તપાસ હાથ ધરી છે. આમ માતા-પુત્રીની છેડતી કરનાર રોડ રોમિયોની વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંવા પામી હોવાનું જાણવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


