ઉધના પોલીસે રાયોટિંગનો ગુનો દર્જ કર્યો
સુરત, તા. ૧૯
ઉધના ભીમનગર આવાસમાં ટોળાએ ઝઘડો કરી વાહનોમાં તોડફોડ કરી ભયનું વાતાવરણ ઊભુ કર્યું હતું.
ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉધના કૈલાસનગર-૧માં રહેતા રોહિત રાજકારણ યાદવે આરોપી સાગર બાગલે, સુનીલ દેવરે, સાગર, દીપક હેન્ડસ, ઉમેશ શિરૂડકર, બાટલા કિશન નાયડે અને સાતથી આઠ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઅો લાકડાના ફટકા, તલવારો સાથેડ ઉધના ભીમનગર આવાસ પાસે એકત્રિત થઈ ફરિયાદી તથા ઉમેશ ખરાટે, કેતન, અનિલ, અજય જાદવ, ભીમા પવાર સાથે ઝઘડો કરી મારમારી આવાસના સભ્યોની રિક્ષા- મોટર સાઈકલ સહિતના વાહનોમાં તોડફોડ કરી ભયનું વાતાવરણ ઊભુ કર્યું હતું. બનાવ અંગે ઉધના પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ ઉધના ભીમનગર આવાસમાં ટોળાએ આતંક મચાવી વાહનોના તોડફોડ કર્યાનો બનાવ ઉધના પોલીસ મથકે નોîધાવવા પામ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


