પાંચમાં માળે કલરકામ કરતા શ્રમિકનું નીચે પટકાતા મોત

0
8

સુરત,તા.૪
સુરતનાં અડાજણ સર્જન એપાર્ટમેન્ટના ૫ માળેથી વધુ એક શ્રમજીવી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. સંતોષ રામાધન (૩૪) રહે. ડીંડોલી ચાર કારીગરો સાથે સર્જન એપાર્ટમેન્ટમાં આવેલા ૫૦૨ નંબરના ફ્લેટમાં કલરકામ કરવા માટે ગયાં હતાં. બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ગેલેરીમાંથી બચવા લગાડેલી પ્લાસ્ટિકની જાળીનો સપોર્ટ લેવા જતાં સંતોષ નીચે પટકાયો હતો. જેથી તેને તાત્કાલિક ૧૦૮માં સિવિલ લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ સંતોષને મૃત જાહેર કર્યો હતો.
સુરત શહેરમાં સેફ્ટી બેલ્ટ વગર જ કામ કરતાં શ્રમિકોમાં સંતોષનું મૃતક તરીકે વધુ એક નામ જોડાઈ ગયું છે. અડાજણમાં એસી ફિટિંગ કરતા, સિટી લાઈટમાં વેલ્ડર, મગદલ્લા નોકરી કરતો યુવાન, બાદ ફરી અડાજણમાં કલરકામ કરતા યુવાન સાથે બની છે. તેમ છતાં સેફ્ટીના સાધનો વગર જ શ્રમિકો કામ કરતાં હોવાનું સામે આવી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY