કુદરતી હાજતે ગયેલા ખેત મજૂર પર દીપડાએ હુમલો કર્યો

0
16

ઉના,તા.૮
ઉના-કેસરિયા વચ્ચે આવેલા નાથળ ગામના ભાણાભાઈ બાબુભાઇ બાંભણીયા નામનો યુવાન ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાણાભાઇ બુધવારે વહેલી સવારે પોતાના ઘરેથી તેમના ગામના એક ખેડૂતને ત્યાં મજૂરી માટે ગયો હતો.
તેઓ વાડીએ પહોંચતા જ ભાણાભાઈને પેટમાં તકલિફ હોવાને કારણે વાડી વિસ્તારમાં જાજરું કરવા જતા અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. પણ સદ્ભાગ્યે ભાણાએ બુમો પડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. નાથળ ગામના ભાણાભાઈને દીપડાથી છોડાવી તાત્કાલિક ઉના શહેર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતા.
જ્યાં ડોક્ટર દવરા ભાણાભાઈને સારવાર આપવામાં આવી હતી. અને દીપડાએ ભાણાભાઈને માથા તેમજ ખભાના ભાગે ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. તેમજ વન વિભાગને જાણ થતાં તાત્કાલિક હોસ્પિટલે દોડી આવ્યા હતા અને ખુંખાર દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY