બુરખા પર તાત્કાલિક પણે પ્રતિબંધ લાદવો જોઇએ : સંગીત સોમ

0
6

મુઝફ્ફરનગર,તા.૪
બુરખાને મામલે રાજકીય ચર્ચા વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય સંગીત સોમે વિવાદ સર્જ્યો છે. તેમણે બુરખા પર તાત્કાલિકપણે પ્રતિબંધ લાદવાની માગણી કરી છે. ઉત્તર પ્રદેશના સરધનાના વિધાનસભ્ય સંગીત સોમે કહ્યું કે બુરખાની આડમાં આતંકવાદ જન્મી રહ્યો છે.
ફેસબુક પર પોતાના એક વીડિયો પોસ્ટમાં ભાજપના ધારાસભ્યએ કહ્યું કે શ્રીલંકા જેવા દેશોમાં બુરખાની આડમાં ઘણા લોકોની હત્યા કરવામાં આવી છે. આતંકવાદ બુરખાની આડમાં જન્મી રહ્યો છે. સંગીત સોમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે શિવસેનાએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી દેશહિત માટે બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.
સંગીત સોમે વધુમાં ઉમેર્યું હતું કે લોકશાહી પર બુરખાની આડમાં હુમલાઓ થઇ રહ્યા છે. બોગસ વોટિંગ થઇ રહી છે. તેમણે તાજેતરમાં ઘૂંઘટને લઇને જાવેદ અખ્તરના નિવેદન પર તેમનું નામ લીધા વગર કહ્યું હતું કે એક ફિલ્મકાર અને લેખકે ઘૂંઘટ પર પ્રતિબંધ લાવવાની વાત કરી છે, પણ હું પૂછવા માંગુ છું કે શું કિયારેય ઘૂંઘટની આડમાં આતંકવાદ થયો છે. શું તમે ભૂલી જાઓ છો કે તમે એવા લોકો સાથે ઊભા છો જે આતંકવાદને સાથ આપે છે. તમે તેમના માટે પ્રચાર કરો છો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY