ટેન્કરની અડફેટે એક્ટિવા ચાલકનું મોત, ડ્રાઇવર ફરાર

0
7

વડોદરા,તા.૪
રાજ્યમાં કૂદકેને ભૂસકે વધી રહેલા અકસ્માતોની સંખ્યામાં વડોદરાના પાદરા હાઇવે પર વધુ એક અકસ્માત નોંધાયો છે. વડોદરા પાદરા હાઇવે પર ટેન્કરની અડફેટે એક્ટિવા ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. હાઇવે પર આ ઘટના બનતા લોકોના ટોળે સ્થળે લોકો ટોળા ભેગા થયા હતા.
ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં પોલીસે ટેન્કરના ક્લિનરની અટકાયત કરી છે, જ્યારે ડ્રાઇવર નાસી છૂટ્યો છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, પાદરાના મુખ્ય દ્વાર પર આવેલ મહાકાળી માતાના મંદિરના પૂજારી વહેલી સવારે પાદરા હાઈવે પર જઇ રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે એક્ટિવા ચાલક પુજારીને અડફેટે લીધો હતો. આ ઘટનામાં ઘટના સ્થળે જ એક્ટિવા ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોના ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અને તેમને પોલીસને ઘટનાની માહિતી આપી હતી.
ઘટનાની જાણ થતાં તાબડતોડ રીતે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આ ઘટનામાં દોષિત ટેન્કરના ક્લિનરની અટકાયત કરી છે, જ્યારે ડ્રાઇવર નાસી છૂટ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY