વરાછા સ્થિત રીપુલ કોમ્પ્લેક્ષની બે ઓફિસોમાં તસ્કરોનો ત્રાટક્યા

0
6

રોકડા રૂ. ૧.૭૮ લાખ ઉપરાંત સીસી કેમેરાનું ડીવીઆર પણ ચોરી
સુરત, તા.૧
વરાછા રીપુલ કોમ્પલેક્ષની ઓફિસમાંથી રોકડા રૂપિયા અને ડી.વી.આર. મળી કુલ્લે રૂપિયા ૧,૮૩,૦૦૦ની મતા ચોરાઈ હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પૂણા સીમાડા રોડ પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા એડવોકેટ ઘનશ્યામ વાઘાણી અને તેમના ભાઈ બાબાભાઈ વાઘાણીની રીપુલ કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાંથી અજાણ્યા તસ્કરો રોકડા રૂ. ૧.૭૮ લાખ, ડીવીઆર મળી કુલ્લે રૂ. ૧.૮૩ લાખની મતા ચોરી ગયા હતા. વરાછા પોલીસે એડવોકેટ ઘનશ્યામ બલ્લુભાઈ વાઘાણીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં જોરદાર ઠંડી પડી રહી છે બ્ત્યારે ચોરી કરતા તસ્કરો ઉપાડો લીધો છે. દરરોજ રબ્ત્રે જુદા જુદા વિસ્તારમાં ચોરીથઈ હોવાની બુમ ઉઠવા પામે છે. દરમિયાન વરાછાના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં બે ઓફિસોમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY