સૂર્યશક્તિ કિસાન યોજના…

0
134

ગાંધીનગર,તા. ૨૩
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નયાબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની રાજય સરકારે ખેડૂતોને સૌર ઊર્જાથી સિંચાઈ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃદ્વિના નવા દ્વારા ખોલી આપતી મહત્વપૂર્ણ કિસાન હિતકારી યોજના સૂર્યશકિત કિસાન યોજના એસકેવાયની જાહેરાત કરી છે. સૂર્યશÂક્ત કિસાન યોજનાની વિગત નીચે મુજબ છે.
¨ કૃષિ વીજ જાડાણ ધરાવતા ખેડૂતો માટેની આ કિસાન હિતકારી યોજના છે
¨ ખેડૂતોને તેમના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન મેળવનાર સોલાર પેનલ આપવામાં આવશે
¨ સ્કાય ફીડર પર અગાઉ કોઈ પણ ખેડૂતે અરજી નોંધણી હોય અને આ યોજનામાં જાડાવા ઈચ્છે, તો તેને તત્કાળ ધોરણે વીજ જાડાણ આપવામાં આવશે
¨ ફ્રીડર પર આવતા બધા ખેડૂતો આ યોજનામાં જાડાય એ વધુ ફાયદાકારક રહેશે
¨ ખેડૂતોએ ઓછામાં ઓછી કુલ ખર્ચની પાંચ ટકા રકમ ભરપાઈ કરવાની રહેશે પરંતુ વધારે રકમ ભરવી હોય તો તે ભરી શકશે. જેટલી રકમ વધારે તેટલી લોન ઓછી લેવાની થશે અને તેને કારણે આવક વધુ થશે
¨ કેન્દ્ર અને રાજય સરકાર ૬૦ ટકા રકમ સબસીડી પેટે ચૂકવશે
¨ ખેડૂત વતી રાજય સરકાર બાકીની ૩૫ ટકા રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે
¨ લોનનો સમયગાળો સાત વર્ષનો રહેશે
¨ એક ર્હોસ પાવર દીઠ સવા કિલોવોટની સોલાજર પેનલ આપવામાં આવશે
¨ પ્રતિ કિલોવોટ સોલાર ક્ષમતા મુજબ ૧૦-૧૦ ફૂટ જગ્યાની આવશ્યકતા રહેશે
¨ જા કોઈ ખેડૂત વધારે કિલોવોટની પેનલ લગાવવા ઈચ્છતા હોય તો નિયમોને આધિન રહી મંજૂરી અપાશે
¨ વધારાની પેનલોથી ઉત્પન્ન થતી વિજળી રૂ ૩.૫૦ પ્રતિ યુનિટના દરથી ખરીદવામાં આવશે અને તેના પર રાજય સરકારની સબસીડી મળવાપાત્ર થશે નહીં.
¨ સ્કાય ફીટર દીઠ યોજનામાં ખેડૂતોની સમિતિ બનાવવાની રહેશે
¨ સ્કાય ફીડર ઉપર દિવસે ૧૨ કલાક મળશે, પરંતુ જે ખેડૂત આ યોજનામાં નહી જાડાયા તેને ૮ કલાક વીજ પુરવઠો મળશે
¨ વીજળીનું જે ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જે યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલાં સાત વર્ષ માટે રૂ.૭ પ્રતિ યુનિટ ખેડૂતને ચુકવવામાં આવશે જે પૈકી રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચૂકવશે અને બાકીના રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ ખેડૂતને રાજય સરકાર સબસીડી રૂપે ચુકવાશે
¨ આવી કુલ રકમમાંથી ખેડૂતની લોનનો હપ્તો ભરપાઈ થયા બાદ જે બચત થશે તે ખૂડતના બેન્ક ખાતામાંથી સીધી જમા કરવવામાં આવશે
¨ ૭ વર્ષના લોનનો સમય પૂરો થયા બાદ બાકીના ૧૮ વર્ષ સુધી ગ્રીડમાં આપતી વિજળીના પ્રતિ યુનિટ માટે ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ ચૂકવવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY