સુરત,તા.૨૩
શહેરમાં એકાએક વાતાવરણમાં પલટાની સાથે મેઘરાજાની તોફાની સવારી આવી પહોંચી હતી. વરાછા અને કતારગામ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જેથી ગરમી અનુભવતાં લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો. જ્યારે કતારગામ વિસ્તારમાં એક મકાન પર વિજળી ત્રાટકી હતી. જેમાં એક કાગડા(પક્ષી)નું મોત થયું હતું.
ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ થયો છે. મહારાષ્ટÙ પર અપર એર સક્ર્યુલેશન સર્જાતા ગુજરાતની વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે. જેથી દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાના પ્રારંભ થયો હોય તેમ ડાંગ બાદ વલસાડમાં અને બપોર આસપાસ સુરતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરના વરાછા અને કતારગામ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા મનમુકીને વરસવાનું શરૂ કર્યું હતુ. કતારગામ વિસ્તારમાં આવેલી હરિદર્શન સોસાયટી (ખાડો)ના મકાન નંબર ૧૮૧ પર વિજળી ત્રાટકી હતી.
હરિદર્શ સોસાયટીમાં વિજળી પડી તે મકાનનો ભાગ કાળો થઈ ગયો હતો.જ્યારે પ્રચંડ વિજળીના કારણે એક કાગડાનું મોત થયું હતું. વિજળી પડતાં થયેલા ભારે કડાકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા અને વિજળી પડી તે સ્થળે લોકોના ટોળાં એકઠાં થયા હતાં. જા કે, બાદમાં વરસાદ શરૂ થઈ જતાં વળી લોકો ઘરમાં પુરાઈ જવા મજબૂર બન્યાં હતાં.
ડાંગ જિલ્લાના વઘઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સુબીર ૩૫ મીમી, વઘઈ ૧૫૦ મીમી વરસાદ પડ્યો હતો. તો છેલ્લા ૨૪ કલાકમાં આહવા ૧૦ મીમી કરતા વધુ વરસાદ ખાબક્યો. વઘઈમાં એક કલાક સુધી પડેલા વરસાદના કારણે જનજીનવ પર અસર પડી છે. શહેરના મુખ્યમાર્ગોમાં પર પાણી ભરાવવાના કારણે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જ્યારે વઘઈમાં પડેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
(જી.એન.એસ)
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"