યુવા નેતાઓએ શાળામાં જઈને કરેલા દેખાવો પોલિટિકલ સ્ટંટ હતા: સીએમ રૂપાણી

0
120

અમદાવાદ,તા.૨૩
પાટીદારના યુવા નેતા હાર્દિક પટેલ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આરટીઈ હેઠળ એડમિશન ન મળતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. જાકે, તેમની અટકાયત કરાઇ હતી. શનિવારે પણ આ બંને નેતાઓ વિરોધ પ્રદર્શન કરવા જઇ રહ્યા છે. ત્યારે અંગે રાજ્યના મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વિરોધ પ્રદર્શનને માત્ર મીડિયામાં દેખાવવા અને પોલિટિકલ સંસ્ટ ગણાવ્યા હતા.
વલસાડમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ આરટીઈ હેઠળ એડમિશન ન મળતા વિરોધ પ્રદર્શન અંગે નિવેદન આપ્યું હતું. તેમણે પરોક્ષ રીતે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ઉપર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ગણા વર્ષોથી માત્રને માત્ર પોલિકિટ સંસ્ટ કરવા અને મીડિયામાં દેખાતું રહેવું એના સિવાય કશું જ નથી. આમા રચનાત્મક કંઇ જ નથી. થીક છે ચૂંટણી ચૂંટણીનું કામ કરશે.
ઉલ્લેખનીય છે કે, ફી નિયમન, આરટીઈ, શિક્ષણ વિભાગ અને સ્કૂલ સંચાલકોની દાદાગીરી સહિતના મુદ્દે શુક્રવારે પાસ આગેવાન હાર્દિક પટેલ, ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને મુકેશ ભરવાડ એક મંચ પર આવ્યા હતા. તમામ નેતાઓએ શુક્રવારે અમદાવાદની ઉદગમ સ્કૂલ પહોંચીનો વિરોધ કર્યો હતો.વિરોધને લઇને સંચાલકો દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી, પોલીસ દ્વારા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY