આગ્રા,તા.૧૯
આગ્રાના તાજમહાલમાં કેટલીક મહિલાઓ દ્વારા પૂજા-અર્ચના કરવાનો વીડિયો સામે આવતાં રાજનીતિ વધુ ગરમાઇ છે. તાજમહાલમાં જે જગ્યાએ નમાજીઓએ નમાજ પઢી હતી તે જગ્યા પર ત્રણ મહિલાઓ ગંગાજળ અને પૂજાનો સામાન લઇને પહોંચી હતી અને નમાજ સ્થળે એક પાત્રમાંથી ગંગાજળનો છંટકાવ કરીને સ્થળનું શુદ્ધીકરણ કર્યું હતું અને ત્યાર બાદ પૂજા-અર્ચના કરીને જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
મહિલાઓ સાથે અન્ય કેટલાક લોકો પણ હતા જેમણે આ ઘટનાને વીડિયોમાં કંડારી હતી. ત્યાર બાદ મહિલાઓ ત્યાંથી બહાર નીકળીને તાજમહાલની મુખ્ય ઇમારત તરફ ગઇ હતી અને ત્યાં પણ ગંગાજળનો છંટકાવ કરીને શુદ્ધીકરણની વિધિ કરી હતી.
મહિલાઓ તાજમહાલની ફર્સ પર બેસી ગઇ હતી અને જાપ કરવા લાગી હતી. પૂજા કરનારી મહિલાઓનો દાવો છે કે તાજમહાલ છે ત્યાં પ્રાચીન શિવમંદિર અસ્તિત્વ ધરાવતું હતું અને તેથી તેમને પૂજા કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
મહિલાઓ દ્વારા તાજમહાલમાં પૂજા-અર્ચનાની ઘટનાને સ્થાનિક મુસ્લિમ સમુદાયે સખત વિરોધ નોંધાવ્યો છે. મુસ્લિમ સમુદાય આ માટે સીઆઇએસએફ અને પુરાતત્વ વિભાગને સીધી રીતે જવાબદાર માને છે. અગાઉ પણ તાજમહાલની અંદર નમાજ પઢવાનો વીડિયો વાઇરલ થયો હતો.
સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છતાં કેટલાક લોકોએ ટિકિટ ખરીદીને મસ્જિદમાં નમાજ અદા કરી હતી, જેનો સખત વિરોધ થયો હતો અને બજરંગદળે તાજમહાલમાં પૂજા કરવાની જાહેરાત કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





