૮૪ કરોડનાં ખર્ચે રાજ્યમાં બનશે પહેલું ઇમરજન્સી લેન્ડિંગ એર સ્ટ્રીપ

0
6

દેવભૂમિ દ્વારકા,તા.૧૯
દેશની સુરક્ષાને વધારે મજબૂત કરવા અને પાકિસ્તાનને ઠેકાણે લાવવા સરકારે રાજ્યમાં પહેલું ઇમરજન્સી લેન્ડિંગ એર સ્ટ્રીપ બનાવવાનો નિર્ણય કર્યો છે. દ્વારકા અને દત્રાણા-જવાનપર ગામ વચ્ચે રાજ્યનું પહેલું ઇમરજન્સી લેન્ડીંગ એર સ્ટ્રીપ બનાવવામાં આવશે. રક્ષા મંત્રાલય અને રાજ્ય સરકારનાં સહયોગથી આ ઇમરજન્સી લેન્ડિંગ એર સ્ટ્રીપ નિર્માણ પામશે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ વાતની જાહેરાત કરી હતી. આ ઇમરજન્સી એર લેન્ડિંગ એર સ્ટ્રીપ ૮૪ કરોડનાં ખર્ચે નિર્માણ પામશે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ ફક્ત યુદ્ધ સમયે જ નહીં, પરંતુ ડિઝાસ્ટર સમયે પણ ઉપયોગી સાબિત થશે. દ્વારકા અને દત્રાણા-જવાનપર ગામ વચ્ચે બનનારા આ ઇમરજન્સી લેન્ડિંગ એર સ્ટ્રીપ માટે ૨૯ માર્ગોનો સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ માર્ગ પસંદ કરવામાં આવ્યો છે.
ઇમરજન્સી લેન્ડિંગ માટે એર સ્ટ્રીપની વ્યવસ્થા વિકસાવવા ભારત સરકારનાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને ઇન્ડિયન એરફોર્સનું એક ઇન્ટર મિનિસ્ટ્રીઅલ કો-ઓર્ડિનેશન ગ્રૂપ બનાવવામાં આવેલું છે. જે સ્થળની પસંદગી અને જરૂરીયાત નક્કી કરવા ઇન્ડિયન એરફોર્સ અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંયુક્ત ઇન્સ્પેક્શન ગોઠવી સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં પણ ખંભાળિયા-લીંબડી નેશનલ હાઈવે પર દ્વારકા જીલ્લામાં ‘જવાનપર-દત્રાણા ગામ’ વચ્ચે ૫ કી.મી. લંબાઈની ઈમરજન્સી લેન્ડીંગ સ્ટ્રીપ બનાવવાનું કામ ચાલુ કરેલું છે. જેનો અંદાજીત ખર્ચ રૂપિયા ૮૩.૬૬ કરોડ છે. આ દેશની બીજી તથા ગુજરાતની પ્રથમ ઈમરજન્સી લેન્ડીંગ એર સ્ટ્રીપ બનશે.
આ ‘ઈમરજન્સી લેન્ડીંગ’ વ્યવસ્થા વિકસાવવા ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને ઇન્ડિયન એયર ફોર્સનું એક ઇન્ટર મીનીસ્ટ્રીઅલ કો-ઓર્ડીનેશન ગ્રુપ બનાવવામાં આવેલું તેમજ સ્થળની પસંદગી અને જરૂરીયાત નક્કી કરવા ઇન્ડિયન એયર ફોર્સ અને નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા સંયુક્ત ઇન્સ્પેકશન ગોઠવી સ્થળ નક્કી કરવામાં આવેલું છે. આ ઈમરજન્સી લેન્ડીંગ સ્ટ્રીપની ડીઝાઈન તથા જરૂરી સુવિધાઓ માટે સ્ટાન્ડર્ડ ડીઝાઇન બનાવવામાં આવેલ છે. આ ડીઝાઈન અનુસાર તેમા ચાર હવાઈયાન પાકિંગ સ્લોટ, એક એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, એર સ્ટ્રીપનાં બંને છેડે ફાટક બનાવાશે. આ ઉપરાંત એર સ્ટ્રીપની બન્ને સાઈડ પર વીજળીના થાંભલા, મોબાઈલ ટાવર, વૃક્ષો, વિગેરે દૂર કરવામાં આવશે. દેશમાં જે ૧૧ જગ્યા પર નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ઈમરજન્સી લેન્ડીંગ સ્ટ્રીપ બનાવવાની છે.
ઉલ્લેખનીય છે કે દેશનાં ૧૩ માર્ગો પર આ પ્રકારની સુવિધાઓ બની શકે છે. ગુજરાતનાં આ પ્રથમ ઇમરજન્સી એર લેન્ડિંગ સ્ટ્રીપની લંબાઈ ૫ કિમી અને પહોળાઈ ૬૦ મીટર હશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY