ભીમા-કોરેગાંવ હિંસાઃ નક્સલીઓ સાથે દિગ્વિજયસિંહના કોલની લિંક મળી

0
7

પુણે,તા.૧૯
ભીમા-કોરેગાંવ હિંસા કેસની તપાસ કરી રહેલી પુણે પોલીસે આ ચકચારી કેસના તાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ સાથે જાડ્યા છે. પોલીસનો દાવો છે કે જાન્યુઆરી મહિનામાં થયેલી આ હિંસામાં કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહની શું ભૂમિકા હતી તેની તપાસ ચાલી રહી છે. પુણે પોલીસના ડીસીપી સુહાસ બાવચેએ જણાવ્યું કે જા જરૂર પડશે તો અમે દિગ્વિજયસિંહને તપાસ અને પૂછપરછ માટે સમન્સ જારી કરીશું.
પુણે પોલીસના જણાવ્યા અનુસાર ભીમા-કોરેગાંવ હિંસા કેસમાં જૂન મહિનામાં ધરપકડ કરાયેલા એકિટવિસ્ટ રોના વિલ્સનને વોન્ટેડ નક્સલી નેતા મિલિન્દ ટેલ્ટુમ્બડેએ એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં જણાવાયું હતું કે અનેક કોંગ્રેસી નેતાઓ અમારી મદદ કરવા માટે તૈયાર છે.
આ તપાસમાં પોલીસે જ્યારે ધરપકડ કરાયેલા માઓવાદી સમર્થક નેતાઓ પ્રકાશ ઉર્ફે રિતુપન ગોસ્વામી અને સુરેન્દ્ર ગાડલિંગના મોબાઈલ નંબરની ઊંડી તપાસ કરી અને કોલ ડેટા રેકોડ્‌ર્સ (સીડીઆર) તપાસ્યા ત્યારે એક નંબર પર તેમની સતત વાતચીત થઈ હોવાના ચોંકાવનારા પુરાવાઓ હાથ લાગ્યા હતા. આ નંબર કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહનો હોવાનું સામે આવ્યું છે.
ડીસીપી સુભાષ બાવચેએ જણાવ્યું કે પોલીસ તપાસના તાર ખૂબ જ સંવેદનશીલ અને હાઈપ્રોફાઈલ લોકો સુધી જાડાયેલા છે. આ કેસમાં હાલ પોલીસ તમામ એન્ગલ તપાસી રહી છે અને કોઈ પ્રભાવશાળી નેતા કે વ્યકિતને છોડવામાં આવશે નહીં.
આ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ પર આરોપો લગાવવામાં આવ્યા હતા. એ સમયે દિગ્વિજયસિંહે ભાજપના ગંભીર આરોપો પર કડક પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે જા ભાજપ મારા ઉપર નક્સલી હોવાના આરોપો લગાવી રહ્યું છે તો સરકાર મારી ધરપકડ કેમ કરતી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY