અમદાવાદ,તા.૨૦
ગુજરાતમાં દારૂબંધી છે એ તો સૌ કોઇ જાણે છે પરંતુ છતા ગુજરાતમાં દારૂનો વેપલો મોટા પાયે કરવામાં આવે છે. વાત કરીએ અમદાવાદની તો સરખેજમાં ઉજાલા સર્કલ પાસે આવેલ શિવમ એસ્ટેટમાં રામદેવપીરના મંદિરના ઓરડામાં છુપાવીને રાખવામાં આવેલી ૧૩૮૦ બોટલ સાથે તેની દેખરેખ રાખનાર ૨ ઇસમોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. જાકે આ જથ્થો મંગાવનાર બે બુટલેગર હજી નાસતા ફરતા હોઇ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.
સરખેજ પીઆઇ રામાણી તેમજ પીએસઆઇ ચૌધરીએ મળેલી જાણકારી અનુસાર તેમણે બાતમીના આધારે રામદેવપીરની ઓરડીમાં દરોડા પાડ્યા હતા. તપાસમાં ત્યાંથી પોલીસને વિદેશી દારૂની નાની મોટી ૧૩૮૦ બોટલો કે જેની કિંમત રૂ.૪.૧૪ લાખની આસપાસ માનવામાં આવી રહી છે. જાકે પોલીસે દારૂના જથ્થા સાથે સ્પોટ પરથી ભેરૂસિંગ દેવાભાઇ રાઠોડ અને ગૌતમભાઇ ગમજીભાઇ રાઠોડની સ્થળ પરતી ધરપકડ કરી છે. સાથે જ તેમની પાસેથી બે મોબાઇલ ફોન અને એક બાઇક પણ પોલીસે જપ્ત કર્યા છે.
બંનેની કડક પૂછપરછ કરતા માલૂમ પડ્યું કે આ દારૂનો જથ્થો બે બુટલેગરો દ્વારા અહિં ઉતરાવવામાં આવ્યો હતો. જ્યારે કે તેની સારસંભાળ રાખવા માટે ભેરૂસિંહ અને ગૌતમભાઇ ત્યાં રખેવાળી કરતા હતા જાકે મળતી માહિતીને ધ્યાનમાં રાખી પોલીસે બે બુટચલેગરોને પકડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. સરખેજ પીઆઇના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ દારૂનો જથ્થો મળી આવ્યો છે. ત્યાં રામદેવપીરનું મંદિર છે જેમાં ભગવાનની મૂર્તિઓનો પણ સમાવેશ થાય છે. જાકે મંદિર ખંડેર હાલતમાં હોવાથી અને કોઇ આવતુ જતુ ન હોવાના કારણે બુટલેગરોએ મંદિરની ઓરડીમાં દારૂનો જથ્થો ઉતાર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



