પીએનબી કાંડ :સીટની માંગ કરતી અરજી સુપ્રીમે ફગાવી

0
8

નવીદિલ્હી,તા. ૨
સુપ્રીમ કોર્ટે નિરવ મોદીના પંજાબ નેશનલ બેંક છેતરપિંડી સહિત જુદા જુદા નાણાંકીય કૌભાંડના મામલામાં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં ખાસ તપાસ ટીમ પાસેથી તપાસ કરાવવા માટેની માંગ કરતી અરજીને આજે ફગાવી દીધી હતી. એસઆઈટી મારફતે તપાસ કરાવવાની માંગ કરતી અરજીને આજે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વડાપ્રધાન અને નાણામંત્રીની સામે આમા બિનજરૂરી બાબતો કહેવામાં આવી છે. મુકવામાં આવેલા આક્ષેપોને લઇને કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની રજૂઆત બાદ ઇન્ટરપોલ અબજાપતિ ફરાર જ્વેલર્સ નિરવ મોદીની સામે આખરે રેડકોર્નર નોટિસ જારી કરી ચુકી છે. નિરવ મોદી પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડીના મામલામાં તપાસનો સામનો કરી રહ્યો છે. બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક કૌભાંડના મામલામાં નિરવ મોદી તપાસનો સામનો કરી રહ્યો છે. ફરાર થયેલા નિરવ મોદી સામે જારી કરવામાં આવેલી રેડકોર્નર નોટિસમાં ઇન્ટરપોલે જા તે સંબંધિત દેશોમાં દેખાય તો તે વ્યÂક્તની ધરપકડ કરી લેવા ૧૯૨ સભ્ય દેશોને સૂચના આપી દીધી છે. ૧૫મી ફેબ્રુઆરીના દિવસે ઇન્ટરપોલ મારફતે જારી કરવામાં આવેલી ડિફ્યુજન નોટિસ મારફતે નિરવ મોદીની ગતિવિધિ ઉપર ધ્યાન રાખવામાં સીબીઆઈ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ મર્યાદિત સફળતા જ હાથ લાગી છે. બ્રિટને સીબીઆઈની વિનંતીનો જવાબ આપ્યો છે. નિરવ મોદી જુદા જુદા દેશોમાં પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હોવા છતાં ફરી રહ્યો છે. ભારત સરકારે તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો છે. આની સાથે જ નિરવ મોદીની ધરપકડનો તખ્તો તૈયાર કરી લેવમાં આવ્યો છે. ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ નિરવ મોદીને ભારત લાવવા માટે પ્રત્યાર્પણ અથવા તો દેશ નિકાલ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY