
ભાજપના ‘રામ મંદિર’ સામે અખિલેશનું ‘વિષ્ણુ મંદિર’
લખનૌ,તા.૨૩
આગામી વર્ષે થનાર લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ તરફથી રામ મંદિરનો મુદ્દો ઉપાડવામાં આવ્યો છે અને તે નજરમાં રાખીને હવે અન્ય પણ તમામ રાજકીય પક્ષો હવે મંદિરનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, તેમને ભગવાન વિષ્ણુનું ભવ્ય મંદિર બનાવવાની જાહેરાત કરી છે. ઉ.પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, ભગવાન વિષ્ણુનું નગર વિકસાવવામાં આવશે. જેમાં ભવ્ય મંદિર બનશે અને તે મંદિર કંબોડિયાના અંગકોરવાટ મંદિર જેવું હશે.
અખિલેશે કહ્યું કે, અમે ઇટાવાની સિંહ સફારીની નજીક ભગવાન વિષ્ણુના નામ પર ૨૦૦૦ એકરથી વધુ જમીન પર એક નગર વિકસાવવામાં આવશે. અમારી પાસે ચંબલના બીહડોમાં ઘણી જમીન આવેલી છે. નગરમાં ભગવાન વિષ્ણુના ભવ્ય મંદિર હશે. આ મંદિર કંબોડિયાના અંગકોરવાટ મંદિર જેવું બનશે.
અખિલેશ યાદવનું નિવેદન એવા સમયે આપ્યું છે જયારે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ફરી એક વખત રામ મંદિરનો મુદ્દો છેડ્યો છે. મૌર્યએ સંકેત આપ્યો કે, સંસદની મદદથી કાયદો બનાવીને અયોધ્યમાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. જો કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


