રાહુલ હવે ‘પપ્પૂ’ નથી રહ્યા, ‘પપ્પા’ બની ગયા છેઃ રામદાસ આઠવલેનું વિવાદાસ્પદ નિવેદન

0
8

થાણે,તા.૧૭
હિન્દી હાર્ટલેન્ડમાં ભાજપની હાર અને કોંગ્રેસની મોટી જીત પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જારદાર વખાણ કર્યા છે. તેઓએ સંકેત આપ્યો કે કોંગ્રેસ અધ્યક્ષ હવે એક પરિપક્વ નેતા બની ગયા છે. જાકે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર પર તેઓએ કહ્યું કે આ હારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોઈ સંબંધ નથી.
થાણેમાં પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ ત્રણેય રાજ્યોમાં સારી જીત મેળવી છે. તે હવે પપ્પૂ નથી પરંતુ પપ્પા બની ગયા છે. આઠવલેની પાર્ટી આરપીઆઈ એનડીએની સહયોગી પાર્ટી છે.
વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સીટો ઓછી આવવા પર તેઓએ કહ્યું ચૂંટણીમાં હાર ભાજપની છે ન કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની.
આઠવલેએ શિવસેનાને ભાજપની સાથે ગઠબંધન કાયમ રાખવાની સલાહ પણ આપી. તેઓએ કહ્યું કે, શિવસેનાને ભાજપની સાથે પોતાનું ગઠબંધન ચાલુ રાખવું જાઈએ. જા આ ગઠબંધન ચાલુ નહીં રહે તો શિવસેનાને નુકસાન થશે.
આઠવલેએ વધુમાં કહ્યું કે, હું શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેથી સેના સુપ્રીમો બાલ ઠાકરેના સપનાઓને પૂરા કરવાની અપીલ કરું છું. શિવસેનાએ એકલા ચૂંટણી લડવા માટે ન વિચારવું જાઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY