પેરિસની હોટેલમાંથી સા.અરબના પ્રિન્સના ૬.૫ કરોડના ઘરેણાંની ચોરી

0
10

પેરિસ,તા.૧૧
પેરિસની હોટેલ રિટ્‌ઝમાંથી સાઉદી અરબની રાજકુમારીના આઠ લાખ યુરો(લગભગ ૬.૫ કરોડ રૂપિયા)ની કિમતના ઘરેણા ચોરી થયા છે. સુત્રો મુજબ રાજકુમારીના રૂમમાં કોઇ પણ પ્રકારની તોડફોડના પૂરાવા નથી. શુક્રવારે થયેલી આ ચોરીની જાણકારી પોલીસે સોમવારે જાહેર કરી હતી જેમાં તેમણે ફરિયાદીના નામને ગુપ્ત રાખ્યું હતું.
ચોરી સાબિત થશે તો પેરિસના પ્લેસ વેન્ડોમ વિસ્તારમાં બનેલી આ ભવ્ય હોટેલમાં આ જ વર્ષમાં ચોરીની બીજી ઘટના બનશે. જાન્યુઆરીમાં લાખો રૂપિયાના ઘરેણા ચોરવાના પ્રયાસમાં પોલીસે હોટેલ રિજમાંથી ત્રણ ચોરોને પકડ્યા હતા.
પેરિસના આ પોશ વિસ્તારમાં ઘણા આલિશાન બ્યુટીક અને જ્વેલરી શો રૂમ આવેલા છે. હથિયારો સાથે લૂંટફાટ અને ચોરીની ઘટનાઓને અંજામ આપવો અહી સામાન્ય બાબત બની ગઇ છે. ડિસેમ્બરમાં ચોરોએ અહીંની એક જ્વેલરી શોપમાંથી ૫૫ લાખ યુરો (૪૬ કરોડ રૂપિયા)ની કિમતના બે ડાયમંડ અને બે વીંટી ચોરી હતી.
આ એજ વિસ્તાર છે જ્યાં ઓક્ટોબર ૨૦૧૬ માં જાણીતી ટીવી સ્ટાર કિમ કર્દાશિયાન પર લૂંટ કરવાના ઇરાદથી હુમલો કરાયો હતો, જેમાં લુંટારાઓ તેની કરોડો રૂપિયાની જ્વેલરી લુંટી ગયા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY