અમદાવાદ,તા.૨૯
ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા ૩૭ વર્ષથી વકીલાત કરતા એક સિનિયર મુસ્લિમ એડવોકેટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. આ અરજી ભારતીય રેલવેમાં જે પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે તે માટે કરવામાં આવી છે. અરજીમાં શાકાહારી અને માંસાહારી ભોજન એકસાથે પીરસાતું હોવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે શાકાહાર અને માંસાહાર કરનારા લોકોને ટિકિટ ફાળવણી વખતે જ સેગ્રીગેટ કરવા જાઈએ.
અરજીમાં રેલવે કેટરિંગ અને કેટરિંગનો કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે તેવા ખાનગી કોન્ટ્રાક્ટરને હાઈકોર્ટ જરુરી દિશા નિર્દેશ આપે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં આગામી સપ્તાહે સુનાવણી યોજાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





