મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડશે આજે વડાપ્રધાન રાજકોટ આવશે : ૩૦૦ એસટી બસ ફાળવાઈ,અનેક રૂટ રદ્દ

0
37

રાજકોટ,તા.૨૯
આવતીકાલ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ચૌધરી હાઇસ્કૂલ પાસે આયોજિત સભામાં મેદની એકઠી કરવા માટે નિયમિત રીતે ચાલતા અનેક રૂટ રદ કરીને ૩૦૦ જેટલી એસ.ટી. બસ દોડાવવામાં આવનાર છે. જેને લઈને મુસાફરોને બે દિવસ ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, દરેક વખતે સરકારી કાર્યક્રમો માટે આડેધડ એસ.ટી. બસો ફાળવી દેવામાં આવે છે. જેનું વધુ એકવાર પુનરાવર્તન થયું છે.
વડાપ્રધાનના સમારોહમાં મેદની એકત્ર કરવા માટે રાજકોટ એસટી ડિવિઝનને રૂ. ૪૫ લાખ આપી ૧૦૦ એસટી બસો સીટી વિસ્તારમાંથી લોકોને લાવવા લઈ જવા માટે ચલાવવામાં આવનાર છે. જ્યારે જૂનાગઢ, અમરેલી અને જામનગર એસટી ડિવિઝનની ૫૦-૫૦ એસટી બસો માત્ર આ કાર્યક્રમ માટે થઈને ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ઁસ્ ના આણંદ તેમજ કચ્છના કાર્યક્રમ માટે પણ એસ.ટી. બસો ફાળવવામાં આવનાર છે. જેને પગલે સૌરાષ્ટÙના અનેક રૂટ રદ કરી દેવામાં આવતા દરરોજ મુસાફરી કરતા લોકોને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી છે.
જી્‌ ઉપરાંત ખાનગી સ્કૂલોની બસો તેમજ ખાનગી વાહનોમાં લોકોને સભા સ્થળે ખડકી દેવા સરકારી તંત્રને કામ લગાડવામાં આવ્યું છે અને ચૌધરી હાઈસ્કૂલની આસપાસના વિસ્તારોમાં સાફ સફાઇ કરી વાહન પા‹કગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટથી રેસકોર્સ અને બહુમાળી ભવનથી ચૌધરી હાઈસ્કૂલ સુધી બેરીકેડ બાંધી સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માત્ર ૨ કલાકના કાર્યક્રમ માટે શહેરભરમાં પ્રચાર પોસ્ટર અને હો‹ડગ પાછળ લખલૂંટ ખર્ચ કરવામાં આવ્યો છે. જેને લઈને પ્રજાજનોમાં સરકારની આ નીતિ પ્રત્યે રોષ જાવા મળી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY