ટ્રેનમાંથી ૫૦ નરકંકાલ મળી આવતા ખળભળાટ

0
42

છપરા,તા.૨૭
બિહારના છપરા જંક્શન પાસેથી એક ટ્રેનમાંથી ૫૦ નરકંકાલ પકડાયા છે. પોલીસે આ મામલે એક તસ્કરની ધરપકડ પણ કરી હોવાનું સામે આવ્યું છે. રેલ્વે ડીએપી આ મામલે આ પકડાયેલા વ્યકિતની પૂછપરછ કરી રહ્યા છે
પ્રાપ્ત માહિતી અનુસાર, બિહારના છપરામાં ટ્રેનમાંથી પોલીસને એક સાથે ૫૦ નર કંકાલ મળી આવ્યા છે. આ મામલામાં રેલવે પોલીસે એક તસ્કરની ધરપકડ કરી લીધી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, છપરા જંક્શન પર ડ્યુટી કરી રહેલી રેલવે પોલીસ જીઆરપીએ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી. પોલીસે સિયાલદહ-બલિયા એક્સપ્રેસમાં રેડ કરી આ સપળતા મેળવી છે. એક સાથે ૫૦ નર કંકાલ જાઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે.
એક સાથે ૫૦ નર કંકાલ મળવાથી પોલીસ પણ આશ્ચર્યમાં છે. આ મામલે ધરપકડ કરવામાં આવેલા આરોપીની ડીએસપી જાતે પૂછપરછ કરી રહ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, તસ્કર બિહારના મોતીહારીનો રહેવાસી છે. હજુ એ વાતનો ખુલાસો નથી થયો કે, આખરે આટલી મોટી સંખ્યામાં નર કંકાલ કિયા લઈ જવામાં આવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આજરોજ બિહારના મુઝફ્ફરનગર બાલિકા ગૃહ મામલે બાલિકાઓ ઉપર થયેલા અત્યાચાર મામલે સુપીમ કોર્ટે બિહારની નીતીશકુમાર સરકારની ભારે ઝાટકણી કાઢી હતી. હવે આ ઘટનાક્રમ સામે આવતા બિહાર સરકારની હાલત વધુ કફોડી થઇ શકે તેમ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY