ન્યુ દિલ્હી,તા.૨૭
સાર્ક સંમેલનમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદીને પાકિસ્તાન આમંત્રણ મોકલશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે આ વાતની જાણકારી આપી છે.
૧૯મી સાર્ક શિખર સંમેલનનું આયોજન ૨૦૧૬માં પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું, પરંતુ ભારત સહિત બાંગ્લાદેશ, ભૂટાન અને અફઘાનિસ્તાને આ સમિટમાં ભાગ નહોતો લીધો. બાંગ્લાદેશે સ્થાનિક પરિસ્થિતિઓનો હવાલો આપતા આ સંમેલનમાં સામે નહોતું થયું, ત્યારબાદ આ સંમેલન રદ કરવું પડ્યું હતું.
હવે જ્યારે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થઈ ચુકવ્યું છે અને ઈમરાન ખાનના નેતૃત્વમાં નવી સરકાર આ વખતે તમામ સભ્ય દેશોને મનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેને ડર છે કે સપ્ટેમ્બર ૨૦૧૬ની જેમ આ વખતે પણ કિયાક સભ્ય દેશ જેમાં સામેલ થવાની યોજના રદ ન કરી દે અને સંમેલનને રદ ન કરવું પડે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી પાકિસ્તાન સાર્ક સંમેલનનું આયોજન નથી કરી શકિયું. તેના કારણે તેમની પર આ વાતનું ઘણું દબાણ છે કે સંમેલનને સફળ રીતે આયોજિત કરવામાં આવે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





