ન્યુ દિલ્હી,તા.૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા-પિતા પર કોંગ્રેસ નેતાઓની ટિપ્પણીને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે આ મામલે હવે નાણાંમંત્રી અરૂણ જેટલીએ પણ ઝંપલાવ્યું છે. જેટલીએ કોંગ્રેસ પર વંશવાદી રાજકારણનો આરોપ લગાવતા નાણાંમંત્રી જેટલીએ કહ્યુ હતું કે, અનેક મહાન નેતાઓના યોગદાનને જાણી જાઈને ઓછુ દર્શવવામાં આવ્યું. રાહુલ ગાંધીનું નામ લીધા વગર જેટલીએ આકરા પ્રહારો કર્યા હતાં.
જેટલીએ કહ્યુ હતું કે, લાખો રાજકીય કાર્યકર્તાઓ કે જે સાધારણ પરિવારમાંથી આવે છે તેઓ કોંગ્રેસની લીડરશિપ ટેસ્ટમાં નાપાસ થશે. અહીં મેરિટ, સક્ષમતા કોઈ જ મહત્વની નથી. કોંગ્રેસ માત્ર ગ્રેટ અટકને જ રાજનૈતિક બ્રાંડના રૂપમાં સ્વિકારે છે. જેટલીએ દેશના બે મોટા નેતાઓના પિતાના નામ પુછી કોંગ્રેસને હડફેટે લીધી હતી.
જેટલીએ ફેસબુક પર લખેલા પોતાના બ્લોગમાં લખ્યું છે કે, આ બધી વાતો સાંભળ્યા બાદ મેં મારા મિત્રોને ત્રણ સવાલ પુછ્યાં.
૧ ગાંધીજીના પિતાનું નામ શું હતું?
૨ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ શું હતું?
૩ સરદાર પટેલની પત્નીનું નામ શું હતું?
જેટલીએ બ્લોગમાં લખ્યું હતું કે, મારા એક પણ મિત્ર પાસે આ પ્રશ્નનો જવાબ નહોતો. અને આ વાત જ કોંગ્રેસની રાજનીતિની વિડંબણા છે. ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમણે રાજનૈતિક જાગરૂકતા, સત્યાગ્રહ અને અહિંસા મારફતે લોકોને જગાડ્યા. તેમણે દેશમાં એવું વાતાવરણ ઉભું કર્યું જેના કારણે અંગ્રેજાએ ભારતમાં શાસન કરવું મુશ્કેલ બન્યું. તો બીજી બાજુ સરદાર પટેલનું યોગદાન પણ કંઈ ઓછું નહોતું. સ્વતંત્રતા સેનાની હોવાની સાથે સાથે તેઓ ભારતના ઉપવડાપ્રધાન અને ગૃહમંત્રી પણ હતાં. તેમને અંગ્રેજા પાસેથી સત્તા હસ્તાંતરણની વાત કરી હતી. તેમણે ભારતના ૫૫૬ રજવાડાઓને એકત્ર કરવાનું ભગીરથ કામ કર્યું હતું.
આ ચૂંટણીમાં મોટાભાગની વંશવાદી પાર્ટીઓ હારી ગઈ. ૨૦૧૯નું ભારત પણ ૧૯૭૧ કરતા અલગ છે. જા કોંગ્રેસ પાર્ટી ઈચ્છતી હોય કે ૨૦૧૯ની લડાઈ ઓછા જાણીતા માતા-પિતાના પુત્ર મોદી અને પોતાની માતા-પિતાના કારણે જ ચર્ચામાં રહીનારા વચ્ચે થાય તો ભાજપ હોંશે હોંશે આ પડકારનો સ્વિકાર કરે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




