યુએનનુ વલણ હમેંશા અયોગ્ય રહ્યુ.

0
94

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકપછી એક દેશમાં પ્રવાસ કરીને ત્રાસવાદના મુદ્દા પર જારદાર રીતે રજૂઆત કરી હોવા છતાં તેની અસર દેખાઇ રહી નથી તેવા સંકેત હવે મળી રહ્યા છે.

કારણ કે ત્રાસવાદીઓ અને અપરાધીઓને શરણ આપનાર તેમજ તેમને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનની સામે વૈશ્વિક સમુદાય કોઇ નક્કર પગલા લેવામાં નિષ્ફળ છે. અમેરિકા સહિતના દેશોએ કેટલાક પગલા લીધા હોવા છતાં આટલા પગલા પુરતા નથી. પાકિસ્તાનમાં દુનિયામાં સૌથી ખતરનાક ત્રાસવાદીઓ છુપાયેલા છે. આ બાબત તો તમામ જાણે છે. સંયુક્ત રાષ્ટ્ર જેવી શક્તશાળી સંસ્થા પણ પાકિસ્તાન પર ત્રાસવાદના મુદ્દા પર કોઇ અસરકારક દબાણ લાવી શકી નથી. યુરોપિયન દેશોનુ વલણ પણ ઉદાસીન રહ્યુ છે. આજ કારણ છે કે યુરોપના દેશો પણ ત્રાસવાદનો શિકાર થઇ રહ્યા છે. ખરાબ અને સારા ત્રાસવાદની વચ્ચે વૈશ્વિક દેશો અટવાયા છે.

પાકિસ્તાનની ભાષામાં હવે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ વાત કરી રહી છે. મોદીએ એકપછી એક વિદેશ યાત્રા કરીને ત્રાસવાદના મુદ્દા પર વાત કરી છે અને વિશ્વના દેશોને તેમની પસંદગીની નિતીને ભુલીને એક મંચ પર આવવાની વાત કરી હોવા છતાં તેની અસર દેખાઇ રહી નથી. ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટને ફગાવી દીધો હોવા છતાં રાજદ્ધારી મોરચે ભારત સરકારની નિષ્ફળતાને આ બાબત પુરવાર કરે છે. સંયુક્ત રાષ્ટ્રના એક પૂર્વગ્રહગ્રસ્ત રિપોર્ટના કારણે માનવ અધિકારના મોરચે ભારત સરકારને ખુલાસા કરવાની ફરજ પડી રહી છે. વિશ્વના દેશો ત્રાસવાદના મુદ્દા પર સહમત થઇ રહ્યા નથી ત્યારે ભારત સરકારે ત્રાસવાદી નેટવર્કને ખતમ કરવા પોતાની રીપોર્ટના આધાર પર કામ કરવાની જરૂર છે. ત્રાસવાદી અડ્ડા ફુંકી મારવા માટે કાર્યવાહી કરવાની જરૂર છે. શક્તશાળી દેશ અને પુરતા સંશાધન હોવા છતાં ત્રાસવાદના મોરચે ઉદાસીન વલણ ભારતીય લોકોને નિરાશ કરે છે.

ભારતે કાશ્મીરના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટને ફગાવી દીધો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, માનવ અધિકારોના ભંગ કાશ્મીરમાં થઇ રહ્યા છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રના અહેવાલને અયોગ્ય અને ખોટા ઇરાદા સાથે તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. એક કઠોર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રનો આ અહેવાલ ખુબ જ પૂર્વગ્રહથી ગ્રસ્ત છે. ખોટા વલણ આમા દર્શાવવામાં આવ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સમગ્ર કાશ્મીર ભારતના એક અખંડ હિસ્સા તરીકે છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આ અહેવાલ ભારતની ક્ષેત્રિય અખંડતા અને ભારતની એકતાના ધારધોરણનો ભંગ કરે છે. થોડાક મહિના પહેલા જારી કરવામાં આવેલા અહેવાલમાં સંયુક્ત રાષ્ટ્ર જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં માનવ અધિકારના ભંગની વાતનો ઉલ્લેખ કર્યો હતો. યુએનએ આ
માનવ અધિકાર ભંગના મામલામાં આંતરરાષ્ટ્રીય તપાસની માંગ પણ કરી છે.

વિદેશ મંત્રાલય દ્વારા અહેવાલને રદિયો આપતા જણાવવામાં આવ્યું છે કે, આ અહેવાલ સપાટી ઉપર લાવવાની પાછળ કેટલાક જટિલ પ્રશ્નો રહેલા છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આ અહેવાલ ચોક્કસ ઇરાદા સાથે પ્રેરિત છે અને પસંદગીના સંકલન ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, સંયુક્ત રાષ્ટ્ર સહિત સમગ્ર દુનિયાને ભારત ફરી એકવાર યાદ અપાવવા માંગે છે કે, સમગ્ર જમ્મુ કાશ્મીર ભારતનો એક અખંડ ભાગ છે. પાકિસ્તાને ભારતના એક હિસ્સા પર બળજબરીપૂર્વક કબજા કરેલો છે. સંયુક્ત રાષ્ટ્રના આ અહેવાલ બાદ આને લઇને રાજકીય રમત પણ શરૂ થાય તેવી શકયતા છે. જા કે, વિદેશ મંત્રાલય તરફથી પહેલા જ અહેવાલને ફગાવી દેવાતા વિવાદ થવાની શક્યતા હાલમાં ઓછી દેખાઈ રહી છે.

ત્રાસવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ચાલી રહેલા ત્રાસવાદી કેમ્પોનો સફાયો કરવાની આક્રમક રણનિતી તૈયાર કરવાની જરૂર છે. ત્રાસવાદીઓના ફંડિગ પર બ્રેક મુકવા વધારે નક્કર પગલા લેવાની જરૂરિયાત દેખાઇ રહી છે. ત્રાસવાદીઓ સામે સતત નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવે તો તેમનો ખાતમો શક્ય છે. ત્રાસવાદના મુદ્દે જા હાલની નિતી રહેશે તો રક્તપાત જારી રહેશે સાથે સાથે મોદીની કઠોર નેતા તરીકેની પ્રતિષ્ઠા પણ ખરડાશે. જે તેમના પોતાના માટે પણ રાજકીય રીતે સારી રહેશે નહીં. મોદીની છાપ ભારતીય લોકોમાં એક આક્રમક નેતા તરીકેની રહી છે. આ છાપના કારણે જ તેમને વર્ષ ૨૦૧૪માં લોકોએ પ્રચંડ સત્તા આપી હતી. હવે તેમની કસૌટી છે..

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY