બોલો…શાંતિ-સુરક્ષાની વાતો કરતી યુએનમાં જ ઉત્પીડનના કેસોમાં અધધ…વધારો

0
15

૧૦.૯ ટકા કર્મચારીઓએ કહ્યું કે, તેઓને ઓફિસમાં અમુક મુદ્રાઓ અથવા બોડી લેંગ્વેજથી સેક્સુઅલ હેરેસમેન્ટ કરવામાં આવે છે
યુએન,તા.૧૬
યુનાઇટેડ નેશન્સ દ્વારા રિલીઝ કરવામાં આવેલા એક રિપોર્ટમાં એક તૃતીયાંશ યુએન સ્ટાફ અને કોન્ટ્રાક્ટર્સને સેક્સુઅલ હેરેસમેન્ટનો ભોગ બનવું પડે છે તેવું સામે આવ્યું છે. ડેલ્ટોઇ દ્વારા ગત નવેમ્બર મહિનામાં એક ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં યુએનના ૩૦,૩૬૪ સ્ટાફ અને તેની એજન્સીઓના ૧૭ ટકા સ્ટાફે ભાગ લીધો હતો. સેક્રેટરી જનરલ ઓન્ટાનિયો ગુટેરેર્સે રિઝલ્ટ બાદ સ્ટાફને પત્ર લખ્યો હતો જેમાં પ્રતિભાવ દર અત્યંત નબળો હોવાનું જણાવ્યું હતું.
ગુટેરેર્સે પત્રમાં લખ્યું, આનાથી બે વાતો સામે આવે છેઃ પહેલી, આપણે સેક્સુઅલ હેરેસમેન્ટ પર ખુલીને ચર્ચા કરવા સક્ષમ બનીએ તે માટે હજુ લાંબી મજલ કાપવાની છે. બીજી, આ મુદ્દે હજુ પણ અવિશ્વાસ, નિષ્ક્રિયતાની ધારણા અને જવાબદારીનો અભાવ જાવા મળે છે.
આ રિપોર્ટ અનુસાર, ૨૧.૭ ટકા લોકોએ કહ્યું કે, તેઓને કાર્યસ્થળે જાતીય વાતો અથવા અપમાનજનક જાક કહીને હેરાન કરવામાં આવે છે. ૧૪.૨ ટકા લોકોને તેમના પહેરવેશ, શારીરિક ક્ષમતા અને દેખાવને લઇને અપમાનજનક ટિપ્પણી સહન કરવી પડે છે જ્યારે ૧૩ ટકાને અવારનવાર સેક્સુઅલ મુદ્દે બળજબરીપૂર્વક તેઓનું ધ્યાન દોરવામાં આવે છે. ૧૦.૯ ટકા કર્મચારીઓએ કહ્યું કે, તેઓને ઓફિસમાં અમુક મુદ્રાઓ અથવા બોડી લેંગ્વેજથી સેક્સુઅલ હેરેસમેન્ટ કરવામાં આવે છે. ૧૦.૧ ટકા લોકોએ કહ્યું કે, ઘણીવાર તેઓને જાહેરમાં અસહજ થઇ જવાય તેવી રીતે અડકવામાં આવે છે.
સર્વેમાં ભાગ લીધેલા લોકોમાંથી અડધા ઉપરાંત લોકોએ કહ્યું કે, આ પ્રકારની હેરાનગતિ તેઓને ઓફિસમાં વ‹કગ અવર્સ દરમિયાન જ થાય છે. જ્યારે ૧૭.૧ ટકા લોકોએ જણાવ્યું કે, ઓફિસની કોઇ સોશિયલ ઇવેન્ટમાં તેઓને પરેશાન કરવામાં આવે છે. ત્રણમાંથી બે કિસ્સાઓમાં સહકર્મીએ જ મહિલા કર્મીને પરેશાન કરી હોય છે. સર્વેમાં માત્ર ત્રણમાંથી ૧ વ્યક્તિએ સેક્સુઅલ હેરેસમેન્ટ મુદ્દે કોઇ એક્શન લીધી હોય તેવું જણાવ્યું હતું.
ગુટેરેર્સ કહ્યું કે, આ આંકડાઓ દર્શાવે છે કે, હેરેસમેન્ટ-ફ્રી વાતાવરણ ઉભું કરવાની જવાબદારી આપણાં બધાની છે. એક ઓર્ગેનાઇઝેશનમાં આપણે સમાનતા, ગૌરવ અને માનવ અધિકારનું ધ્યાન રાખવું જોઇએ. આ માટે દરેક ઓર્ગેનાઇઝેશને જ ઉદાહરણ ઉભું કરવાની જવાબદારી લેવી જાઇએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY