યોગી સરકાર રસ્તે રખડતી ગાયોને જેલમાં મોકલશે….!!!

0
7

જેલની ખાલી જમીન પર વાડા બંધાશે,સંભાળ રાખનાર કેદીઓને મહેનતાણું અપાશે
લખનૌ,તા.૧૬
ઉત્તરપ્રદેશમાં રસ્તાઓ પર રખડતી ગાય અને બીજા પ્રાણીઓને સંરક્ષણ ગૃહમાં ન મોકલી શકનાર યોગી સરકારે હવે એક નવી રીત શોધી છે. માહિતી મુજબ, રસ્તાઓ પર રખડતી ગાયોને જેલમાં મોકલવાની તૈયારી છે, જ્યાં પર હાજર કેદીઓ તેમની સંભાળ રાખશે. આ વ્યવસ્થા હેઠળ જેલની ખાલી જમીન પર વાડા બાંધવામાં આવશે. અને તેમનું નામ ‘ગો સેવા કેન્દ્ર’ રાખવામાં આવશે.
અત્યારે આ કિસ્સામાં કમિશનર સ્તરે મંડળમાં અધિકારીઓને જમીન શોધવાની સૂચના આપવામાં આવી છે. આ કિસ્સામાં કમિશનરે કહ્યું છે કે ૩૧ જાન્યુઆરી સુધીમાં બધી જેલોમાં પ્રાણીઓને રાખવાની ગોઠવણ કરી નાખવામાં આવશે. તેના માટે બધા જેલ સુપરિક્ષક પાસેથી જેલમાં ખાલી જગ્યાની માહિતી પણ મંગાવી છે. અહીં આ પ્રાણીઓની સંભાળ રાખનાર કેદીઓને મહેનતાણું પણ આપવામાં આવશે.
જેલમાં બનનારા સર્વિસ સેન્ટરમાં ચારાની વ્યવસ્થાની જવાબદારી સરકાર સાથે સાથે જનપ્રતિનિધિઓને પણ સોંપવામાં આવી છે. તેના માટે જિલ્લાની સીડીઓ જનપ્રતિનિધિઓ સાથે સંપર્ક કરીને તેમને ચારા અને બીજાં ચીજાની ગોઠવણ માટે પણ અપીલ કરશે. આ પ્રાણીઓ માટે જેલોની જમીન પર ચારો ઉગાડવામાં પણ આવશે. આ જ પ્રયોગ લખનઉની ગોસાઇગંજ જેલમાં પહેલેથી જ ચાલતી આવી છે, જેમાં ગો સેવા કેન્દ્રને ડેરી તરીકે વિકસિત કરવામાં આવે છે અને દૂધ પણ વેચવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY