સુષ્મા સ્વરાજ અને શાહ મહેમુદ કુરેશી ભાગ લેવાના છે
ન્યૂયોર્ક,તા.૨૨
ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનો બરફ પીગળે તેવા એંધાણ મળી રહ્યા છે. આવતા મહિને ન્યુયોર્કમાં યોજાનારી યુએનજીએની બેઠક દરમિયાન ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનો સુષ્મા સ્વરાજ અને શાહ મહેમુદ કુરેશી વચ્ચે મીટીંગ યોજવામાં આવે તેવી શકયતા છે. અત્રે નોંધનીય છે કે, યુએનજીએની ૭૩મી બેઠક ૧૮મી સપ્ટેમ્બરના રોજ શરૂ થવાની છે અને તેમા બન્ને નેતાઓ હાજર રહે તેવી પુરેપુરી શકયતા છે.
રાજદ્વારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠક અંગે હજુ કોઈ સત્તાવાર દરખાસ્ત તૈયાર કરવામાં આવી નથી પરંતુ બન્ને પક્ષકારો એ બાબતે સમજે છે કે, સંપર્ક ફરી શરૂ થવો જોઈએ. તાજેતરમાં વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે ટેલીફોનીક અને પત્ર વ્યવહાર થયો હતો એ ઉલ્લેખનીય છે. જો કે ભારતે સત્તાવાર મંત્રણાનો ઈન્કાર કર્યો છે. ભારત દ્વિપક્ષીય વાટાઘાટો માટે પણ તૈયાર નથી. ભારત ઈચ્છે છે કે, પહેલા પાકિસ્તાને ત્રાસવાદ સામે લાલ આંખ કરવી જોઈએ.
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને લખેલા પત્રમાં નક્કર અને અર્થપૂર્ણ મેળાપ થવો જોઈએ એ બાબત પર ભાર મુકયો હતો. મોદી સરકાર માટે યુએનજીએની બેઠક એક મહત્વનો પ્રસંગ બની રહે તેમ છે કારણ કે આ બેઠક દરમિયાન પાકિસ્તાની નવી સરકાર સાથે નવેસરથી સંપર્ક થઈ શકે તેમ છે અને આ તક સરકાર ચૂકવા માગતી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



