ઉપલેટામાં યુવા નેતા હાર્દિક પટેલની ઓચિંતી મુલાકાત, પાટીદાર સમાજના લોકો ઉમટી પડ્યા..

0
46

આજરોજ મોડી સાંજના સમયે ઉપલેટા શહેરના બસસ્ટેન્ડ ચોક પાસે આવેલા તુલસી કોમ્પ્લેક્ષના ત્રીજા માળની અગાસી પર પટેલ સમાજના પાસ નેતા હાર્દિક પટેલની ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઈ વસોયાની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી. આ મિટિંગને લઈને શહેરીજનોમાં તર્ક-વિતર્ક થવા લાગેલ છે કે આ મીટીંગ માત્રને માત્ર 2019 ની આવનારી ચૂંટણીના સંદર્ભે યોજાયેલ હોવાનું જણાઈ રહ્યું છે. પરંતુ હાર્દિક પટેલે પૂછપરછમાં જણાવ્યું હતું કે આ મીટીંગ માત્રને માત્ર ઔપચારિક રીતે યોજાયેલ છે. સૌપ્રથમ ધોરાજી ખાતે મિટિંગ યોજાયેલ ત્યારબાદ મોડી સાંજે ઉપલેટા શહેરમાં મીટીંગ યોજાવાની હોવાનું પટેલ સમાજમાં જાણ કરતા પાટીદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.

હાર્દિક પટેલના જણાવ્યા પ્રમાણે આંદોલનનો ફરી શરૂ કરવાના મુડમાં છે. તેમજ પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોને આવનારા આંદોલનમાં સહભાગી થવા પણ અપીલ કરી હતી. આ મિટિંગમાં ઉપલેટા કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડીયા, લેઉવા પટેલ સમાજના હોદ્દેદારો અમુભાઈ ગજેરા, કિરીટભાઈ પાદરિયા, ભાયાવદર પાસના નયનભાઈ જીવાણી તથા પાનેલી પાસના કન્વીનર જતીનભાઈ ભાલોડિયા, મહિલા પાંખના કન્વીનર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598/7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY