ઉપલેટા તાલુકા હેલ્થ કચેરી આયોજિત અને ભારત સરકાર શ્રી દ્વારા વર્ષ ૨૦૨૦ સુધીમાં ઓરી નાબૂદ તથા રૂબેલા/ જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ પર નિયંત્રણ મેળવવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા MR (ઓરી / રુબેલા) રસીકરણ અભિયાનનું આયોજન કરેલ છે. આ અભિયાન અંતર્ગત નવ માસથી પંદર વર્ષ સુધીના તમામ બાળકોને MR રસી આપવાનું નક્કી કરેલ છે.

તો આ અભિયાનને પદાધિકારીશ્રીઓ, જુદાજુદા સામાજિક અગ્રણીશ્રીઓ, એનજીઓ, પ્રાઇવેટ સ્કુલ, ઈન્ડીયન મેડીકલ એસોસીએશન, ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાસ્ટ્રિક્સ તથા જુદી જુદી સરકારી કચેરીના વડા શ્રીઓ વગેરેની ભૂમિકા મહત્વની બની રહેશે તે માટેની એક મિટિંગનું આયોજન ઉપલેટા શહેરના નવયુગ ચોક પાસે આવેલ ખીજડા શેરીના ધ્રુવ વાડી ખાતે બપોરના સમયે ધોરાજીના સબ ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ તથા ઉપલેટા મામલતદારશ્રી ના અધ્યક્ષસ્થાને કરેલ હતું. આ મિટિંગમાં શહેરના વિવિધ આગેવાનો, નગરપાલિકાના સદસ્યો, ડોક્ટર શ્રીઓ, શૈક્ષણિક સંસ્થાના વડાશ્રીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598/7016006334
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



