ચંડોર ખાતે ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કરતા સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ..

0
28

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચંડોર ખાતે રૂા. ૭.૬૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલા ૬૬ કે.વી. સબસ્‍ટેશનનું સહકાર રાજ્‍યમંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

સબસ્‍ટેશનનું લોકાર્પણ કરતાંમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, સમગ્ર ભારતમાં એકમાત્ર ગુજરાત જ એવું રાજ્‍ય છે, જ્‍યાં જ્‍યોતિગ્રામ યોજના થકી ૨૪ કલાક વીજળી મળે છે. ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની સુખાકારી માટે રાજ્‍ય સરકારે અનેક પગલાં લીધાં છે, જેના ભાગરૂપે દરેક ગામોમાં પૂરતા દબાણથી વીજપુરવઠો મળી રહે તે માટે અનેક નવા સબસ્‍ટેશનોના નિર્માણ કરવામાં આવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સબસ્‍ટેશનના નિર્માણમાં સિવિલ વર્ક માટે રૂા.૧૬૮.૩૬ લાખ, ઇલેક્‍ટ્રીક વર્કમાં રૂા.૩૧૨.૭૭ લાખ તેમજ સબસ્‍ટેશન સંલગ્ન વીજરેષા સ્‍થાપવા માટે રૂા.૨૮૪.૮૫ લાખ મળી કુલ ૭૬૫.૯૮ લાખનો ખર્ચ થયો છે. ૩૦ એમ.વી.એ.ની કુલ સ્‍થાપિત શક્‍તિ ધરાવતા આ સબસ્‍ટેશનમાં ચંડોર-જે.જી.વાય., અપનાઘર-અર્બન, ખડકલા-અર્બન, જનસેવા-અર્બન અને ચંડોર-એજી એમ કુલ પાંચ ફીડરો કાર્યરત રહેશે. આ સબસ્‍ટેશન કાર્યરત થવાથી લોકોને નવા વીજ જોડાણનો લાભ મળવાની સાથે તેની આજુબાજુના ૧૫ કિ.મી. જેટલા વિસ્‍તારમાં આવેલા ચાર જેટલા ગામોના ખેતીવાડી, રહેઠાણ અને ઔદ્યોગિક મળી અંદાજે ૧૬૪૭૧ વીજગ્રાહકોને લાભ મળશે.

આ અવસરે ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇ, વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણ, અધિક મુખ્‍ય ઇજનેર સોલંકી, અધિક્ષક ઇજનેર દર્શનાબેન પટેલ, કાર્યપાલક ઇજનેર સર્વે પી.એન.પટેલ, બી.જી.પટેલ અને એમ.એમ.પટેલ, ચંડોર ગામના સરપંચ આર.આર.પટેલ, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારી/ કર્મચારીગણ વગેરે હાજર રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY