વાપી,તા.૨૩
વાપી કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટનો એક અધિકારી કંપની સંચાલક પાસેથી રૂ.૧ લાખની લાંચ લેતા તેના ઘરેથી જ ઝડપાયો હતો. કંપની સંચાલકે ૧૦૬૪ નંબર ઉપર ઓનલાઇન ફરિયાદ કરતા ડીજીએ ભરૂચ એસીબીને તપાસ સોંપી હતી. કંપની સંચાલકે સર્વિસ ટેક્સ ન ભરતા પેનલ્ટી ન ભરવા જીએસટી અધિકારી સાથે સેટિંગમાં રૂ.૧ લાખની માંગણી કરાઇ હતી.
વાપી ચલા રોડ ઉપર આવેલ કસ્ટમ કચેરીમાં બેસતો કસ્ટમ જીએસટીનો સુપ્રિટેન્ડેન્ટ અધિકારી નરેંદ્ર સામરિયા વાપીના કંપની સંચાલક સાથે સર્વિસ ટેક્સ માટે સેટલમેન્ટ કરી આપવા રૂ.૧ લાખની લાંચ લેતા શુક્રવારે ભરૂચ એસીબીના હાથે વાપીથી ઝડપાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




