વિસાવદર,તા.૨૩
જેતલવડ ગામે માતાએ દોટ મુકી દીપડાનાં મુખમાંથી સાત વર્ષની પુત્રીને બચાવી લીધી હતી. જેતલવડની સીમમાં ધારી રોડ પર દેવીપુજક વિજયભાઇ સોલંકી પરિવાર સાથે રહે છે અને ગુરૂવારનાં રાત્રે ઘેરી નિદ્રામાં હતાં ત્યારે અચાનક દીપડાએ આવી ચઢી ૭ વર્ષની પુત્રી સુસ્મિતાને ગળેથી પકડીને લઇ જઇ રહ્યો હતો. ત્યારે માતા જાગી જતા હિંમતપૂર્વક દોટ મુકી સામનો કરી દીપડાનાં મુખમાંથી પુત્રીને બચાવી લીધી હતી.
હુમલા બાદ બાળકીને ગળાનાં ભાગે ઇજા પહોંચતા ૧૦૮ દ્વારા વિસાવદર હોસ્પિટલે સારવારમાં ખસેડાયાં બાદ જૂનાગઢ રીફર કરાઇ હતી. મહત્વનું છે કે છેલ્લા ૧૫ દિવસમાં આ ત્રીજા બનાવ બનતા વનતંત્ર દીપડાઓને પાંજરે પુરવા પાંગળું સાબીત થઇ રહ્યું છે. વનતંત્ર દ્વારા દીપડાને પકડવા મારણ સાથે પાંજરા મુકેલું છે પરંતુ હજુ સુધી એકપણ દીપડો પાંજરે પુરાયો નથી અને વનંત્રની નિષ્ક્રીયતા સામે લોકોમાં રોષ પ્રસર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



