દિલ્હીના નવા મુખ્ય સચિવ તરીકે વિજય કુમાર દેવની નિયુકિત

0
7

ન્યુ દિલ્હી,તા.૨૩
જે અધિકારી સાથે આમ આદમી પાર્ટીને અનબન હતી તેમને જ દિલ્હીના મુખ્ય સચિવ પદે નીમવામાં આવ્યા છે. દિલ્હીના નવા મુખ્ય સચિવ તરીકે વરિષ્ઠ આઈએએસ અધિકારી વિજય કુમાર દેવને નિયુક્ત કરવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશને કેન્દ્રમાં બદલી થયા બાદ નવા મુખ્ય સચિવને લઈને ઘણી અટકળો લગાવાઈ રહી હતી.
આ પહેલા આ પદ પર દિલ્હી સરકારના અતિરિક્ત મુખ્ય સચિવ મનોજ પરીદાનું નામ ચર્ચાતું હતું. પરંતુ ગુરુવારે મોડી સાંજે ગૃહ મંત્રાલયે વિજય કુમાર દેવને નિયુક્ત કરવાનો આદેશ જારી કર્યો હતો. તેઓ દિલ્હી સરકારના મુખ્ય ચૂંટણી અધિકારી પદે કાર્યરત હતા.
વિજય કુમાર એજીએમયુટી કેડરના ૧૯૮૭ની બેચના વરિષ્ઠ આઈએએસ અધિકારી છે. આમ આદમી પાર્ટીની સરકારે પાછલા દિવસોમાં નકલી વોટિંગ લિસ્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે ચૂંટણી પંચ સાતે તૂતૂ-મૈંમૈં થઈ હતી. આ દરમિયાન દિલ્હી ચૂંટણી પંચની જવાબદારી વિજયકુમાર દેવ પાસે હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY