શાંઘાઈ,તા.૨૩
ચીનની સરકારે એક રિપોર્ટ બાદ હુબેઇ પ્રાંતમાં બાંધવામાં આવી રહેલ એક બ્રિજનું કામકાજ રોકી દીધું છે. ચાઇના ડેઈલીમાં છપાયેલી રિપોર્ટ પ્રમાણે બ્રિજના બાંધકામને પગલે અતિ દુર્લભ ગણાતી છ હજાર માછલીઓનાં મોત નિપજ્યા હતા. ન્યૂઝ પેપરે એગ્રિકલ્ચર મંત્રાલયના હવાલેથી આ સમાચાર છાપ્યા હતા.
આ બનાવ ધ્યાનમાં આવતા તાબડતોબ બાંધકામને અટકાવી દેવામાં આવ્યું હતું. આ અંગે તપાસ ટીમને માલુમ પડ્યું હતું કે જીંગઝૂ શહેરમાં નિર્માણ પામી રહેલા બ્રિજ માટે રક્ષિત નેશનલ નેચર રિઝર્વમાં દબાણ ઉભું કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે જીંગઝૂ ખાતે આવેલા એક્વાફાર્મમાં આ માછલીની બ્રિડ તૈયાર કરવામાં આવી હતી. બ્રિજ પ્રોજેક્ટના કારણે ફેલાઈ રહેલા પ્રદૂષણ, અવાજ અને પાણીના વહેણમાં આવેલા બદલવાને કારણે આ માછલીઓના મોત થયા હતા.
યાંગત્ઝે નદી પર હાઇડ્રોલેટ્રિક બાંધના નિર્માણને કારણે સ્ટર્જન (એક જાતની માછલી) નષ્ટ થવાની કગાર પર આવી ગઈ છે. આ નદી પર મોટા બાંધકામો અને દબાણને કારણે “યાંગત્ઝે મેરમેઇડ” તરીકે ઓળખાતી બૈજી ડોલ્ફિન પણ નષ્ટ થવાની કગાર પર છે.
પર્યાવરણ જાળવણી માટેના આંતરરાષ્ટ્રીય સંગઠનની યાદીમાં ચીનમાંથી ૧૦૮૫ પ્રાણીઓને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. ચીનમાં આ પ્રાણીઓને અÂસ્તત્વ પર ખતરો મંડાઈ રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





